શોધખોળ કરો

ટ્વીટર પર અચાનક જ કેમ ટ્રેન્ડ થવા લાગ્યું જસ્ટિસ ફોર સુપ્રિયા, અમદાવાદથી ભોપાલ જવા નિકળેલી 23 વર્ષની યુવતીની ક્યાંથી મળી લાશ? સ્ટોપેજ ના હોવા છતાં ક્યાં ઉભી રહી હતી ટ્રેન?

3 માર્ચે લીમખેડાના ગોરીયા રેલ્વે ગરનાળા પાસેથી અજાણી છોકરીનો મૃતદેહ મળ્યો હતો. તપાસ કરતાં મૃતદેહ સુપ્રિયા તિવારીનો હોવાનું માલુમ પડતાં તેના પરીવારજનો લીમખેડા દોડી આવ્યા હતા. સુપ્રિયાના મૃતદેહ પાસેથી પહેરેલા દાગીના પણ મળી આવ્યા હતા.

ભોપાલઃ  સોશિયલ મીડિયા ટ્વીટર પર અચાનક જ ટ્રોપ ટ્રેન્ડમાં #Justice For Supriya છે. સુપ્રિયાને ન્યાય અપાવવા માટે તેની બહેને સીએમ શિવરજને ચિઠ્ઠી લખી છે. ઉપરાંત લોકોએ પણ રેલ મંત્રી પીયૂષ ગોયલને આ મામલે તપાસ કરવાની માંગ કરી છે. કેટલાક લોકો સીબીઆઈ તપાસની પણ માંગ કરી રહ્યા છે. સુપ્રિયા કોણે છે અને શા માટે લોકો ન્યાય માંગી રહ્યા છે તથા સમગ્ર મુદ્દો શુ છે તે જાણીએ.

મધ્યપ્રદેશના અનુપપુરની  23 વર્ષીય સુપ્રિયા તિવારી ફેબ્રુઆરીમાં કચ્છમા રહેતી  પોતાની બહેનના ઘરે આવી હતી. 15 દિવસ રહ્યા બાદ 2 માર્ચ, 2021ના રોજ સુપ્રિયા તિવારી અમદાવાદથી સોમનાથ જબલપુર ટ્રેનના કોચ નંબર બી/1માં સીટ નંબર 33 પર બેસીને ભોપાલ જવા નિકળી હતી. 2 માર્ચે  રાત્રે 9.37 કલાકે સુપ્રિયા સાથે છેલ્લી વાત થયા બાદ સુપ્રિયાનો કોઇ સંપર્ક થયો ન હતો.

સુપ્રિયાના પરિવારે વારંવાર સંપર્ક કર્યો ને સુપ્રિયા ભોપાલ ના પહોંચતાં તેના પરિવારે તપાસ કરી હતી. સોમનાથ જબલપુર ટ્રેનનું સ્ટોપેજ ગોધરા રેલ્વે સ્ટેશન ન હોવા છતાં ટ્રેન ગોધરા રેલ્વે સ્ટેશન પર ઉભી રહી હતી અને એ પછી તેનો સંપર્ક ના થતાં  સુપ્રિયા તિવારી રાત્રે 9.37 મીનીટ બાદ ગોધરા રેલ્વે સ્ટેશન પાસેથી ટ્રેનમાંથી ગુમ થઇ હોવાની ફરીયાદ સુ્પ્રિયાના બનેવી રાજેશકુમાર ત્રિવેદીએ નોંધાવી હતી.

દરમિયાનમાં 3 માર્ચે લીમખેડાના ગોરીયા રેલ્વે ગરનાળા પાસેથી અજાણી છોકરીનો મૃતદેહ મળ્યો હતો. તપાસ કરતાં મૃતદેહ સુપ્રિયા તિવારીનો હોવાનું માલુમ પડતાં તેના પરીવારજનો લીમખેડા દોડી આવ્યા હતા. સુપ્રિયાના મૃતદેહ પાસેથી પહેરેલા દાગીના પણ મળી આવ્યા હતા. પોલીસે સુપ્રિયાના મૃતદેહનું પીએમ કરવા મોકલી આપ્યો હતો પણ હજુ સુધી તેના મોતનું રહસ્ય ઉકેલાયું નથી.

સુપ્રિયા ટ્રેનમાં મુસાફરી કરતી હતી જ્યારે તેનો મૃતદેહ લીમખેડાના ગોરીયા રેલ્વે ગરનાળા પાસેથી મળ્યો હતો. સુપ્રિયાનો મૃતદેહ ત્યાં કઈ રીતે પહોંચ્યો એ સવાલનો જવાબ પોલીસ  હજુ સુધી નથી શોધી શકી ને સુપ્રિયાના મોતનું રહસ્ય ઉકેલી શકી નથી.  સોમનાથ જબલપુર ટ્રેનનું સ્ટોપેજ ગોધરા રેલ્વે સ્ટેશન ન હોવા છતાં ટ્રેન ગોધરા રેલ્વે સ્ટેશન પર ઉભી રહી હતી. આ મુદ્દો પણ રહસ્યમય છે ને પોલીસ પાસે તેનો પણ જવાબ નથી. આ મુદ્દે યુવતીના પરિવારજનોએ ન્યાય અપાવવા આંદોલન છેડવું પડ્યું છે.

ટ્રેનના એસી કોચના કંમ્પાર્ટમેન્ટમાં સુપ્રિયા સાથે એક યુવક મુસાફરી કરતો હતો. રેલ્વે પોલીસે પૂછપરછ કરતાં તેણે સુપ્રિયા મોબાઇલ મુકીને વોશરૂમમાં ગયા બાદ પાછી આવી નથી એવું જણાવ્યું હતું. સુપ્રિયા ગોધરા સ્ટેશનેથી ગુમ થઈ છે એ સ્પષ્ટ હોવા છતાં પોલીસ કોઈ સગડ મેળવી શકી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
Embed widget