શોધખોળ કરો
Advertisement
શિવસેના નેતા સંજય રાઉતને ધમકી આપવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ
શિવસેનાના નેતા સંજય રાઉતને ધમકી આપવાના આરોપમાં એક વ્યક્તિની કોલકત્તા પોલીસે ધરપકડ કરી હતી.
કોલકત્તાઃ શિવસેનાના નેતા સંજય રાઉતને ધમકી આપવાના આરોપમાં એક વ્યક્તિની કોલકત્તા પોલીસે ધરપકડ કરી હતી. એક્ટ્રેસ કંગના રનૌત વિરુદ્ધ સંજય રાઉતના નિવેદનને લઇને આ વ્યક્તિએ ધમકી આપી હતી ત્યારબાદ તેને ટોલિગંજ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે એક્ટ્રેસ કંગનાનો ચાહક છે. મુંબઇ પોલીસની એક ટીમે કોલકત્તા પોલીસની મદદથી પલાશ ઘોષની સંજય રાઉતને ધમકી આપવાના આરોપમાં શુક્રવારે ટોલીગંજ સ્થિત ઘરમાંથી ધરપકડ કરી હતી.
પલાશ ઘોષે સોશિયલ નેટવર્કિગ સાઇટ પર શિવસેના નેતાને ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી હતી. મામલામાં મુંબઇ પોલીસે કોલક્તા પોલીસનો સંપર્ક કર્યો હતો પલાશની ધરપકડ કરી હતી. પલાશને શહેરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યાં મુંબઇ પોલીસ તેને મુંબઇ લઇ જવાની ટ્રાજિટ રિમાન્ડ આપવા રજૂઆત કરશે.
નોંધનીય છે કે શિવસેના નેતા રાઉત અને કંગના રનૌત વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. આ અગાઉ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, એનસીપી ચીફ શરદ પવાર અને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને ધમકી મળી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement