શોધખોળ કરો
Advertisement
Lockdown 3: આ વિસ્તારમાં શરતો સાથે દારૂ અને પાનની દુકાનો ખુલશે
દેશમાં લોકડાઉન 3ની જાહેરાત કરવામાં આવી છે. હવે 17 મે સુધી લોકડાઉન લાગૂ રહેશે પરંતુ આ દરમિયાન કેટલીક છૂટ આપવામાં આવી રહી છે.
નવી દિલ્હી: દેશમાં લોકડાઉન 3ની જાહેરાત કરવામાં આવી છે. હવે 17 મે સુધી લોકડાઉન લાગૂ રહેશે પરંતુ આ દરમિયાન કેટલીક છૂટ આપવામાં આવી રહી છે. તેના માટે રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ ઝોનમાં દેશભરના જિલ્લાઓને વહેંચવામાં આવ્યા છે.
કેંદ્રીય ગૃહમંત્રાલયે કહ્યું કે લોકડાઉન દરમિયાન સાર્વજનિક સ્થળો પર દારૂ પીવા,પાન, ગુટખા, તમાકુ વગેરે ખાવાની મંજૂરી નહી હોય. પરંતુ આશરે છ ફૂટનું અંતર ગ્રાહકો વચ્ચે સુનિશ્ચિત કર્યા બાદ દારૂ, પાન, તમાકુની વેચાણ કરવાની મંજૂરી હશે તથા દુકાન પર એક સમયે પાંચથી વધુ લોકો નહી હોય. ઘણા રાજ્ય દ્વારા દારૂની દુકાનો ખોલવા માટે માંગ કરવામાં આવી હતી. પાંચથી વધુ લોકો એકઠા નહી થઈ શકે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે કોવિડ-19 રેડ ઝોનની અંદર રિક્શા, ટેક્સી, સલૂન ખોલવા પર પ્રતિબંધ રહેશે. લોકડાઉન દરમિયાન રેડ,ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં સામાજિક અંતર બનાવી રાખતા ઓપીડી,મેડિકલ કલીનિક સંચાલન કરવાની મંજૂરી અપાશે.
ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉન દરમિયાન વિમાન,રેલ,મેટ્રોથી મુસાફરી અને રસ્તા માર્ગે આંતર રાજ્ય અવર જવર અને સ્કૂલ કોલેજ બંધ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion