શોધખોળ કરો

LPG સબસિડી બ્લોક થવાનો મેસેજ આવ્યો છે? જાણો શું કરવું અને શું ન કરવું

ગ્રાહકોને ફસાવવા સાયબર ગઠિયાઓએ અજમાવી નવી ટ્રીક; ઇન્ડેન, ભારત અને HP ગેસના યુઝર્સને KYCના નામે ફેક લિંક મોકલી ઓનલાઇન લૂંટવાનો ખેલ શરૂ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • LPG સબસિડી બ્લોકના નામે છેતરપિંડીના મેસેજ ફેલાય છે.
  • નકલી લિંક દ્વારા બેંક ખાતામાંથી ગ્રાહકોના પૈસા ચોરાય છે.
  • ગેસ કંપનીઓ ક્યારેય OTP કે ગુપ્ત બેંક માહિતી માંગતી નથી.
  • છેતરપિંડી થાય તો તાત્કાલિક બેંક અને પોલીસનો સંપર્ક કરો.

lpg subsidy blocked message: હાલના દિવસોમાં જો તમને પણ એવો કોઈ મેસેજ કે વોટ્સએપ પર નોટિફિકેશન મળ્યું હોય, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તમારી LPG ગેસ સબસિડી બ્લોક થઈ ગઈ છે, તો તમારે ભારે સાવચેતી રાખવાની જરૂર છે. વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે જ્યારે લોકો ગેસ કનેક્શન અને સબસિડીને લઈને ચિંતિત છે, ત્યારે સાયબર ગુનેગારોએ લોકોને છેતરવા માટે આ એક નવો કીમિયો અજમાવ્યો છે. 'LPG સબસિડી બ્લોક' થવાના બહાને ખોટી લિંક મોકલીને ગ્રાહકોના બેંક ખાતામાંથી લાખો રૂપિયા સાફ કરી દેવાનું મોટું ઓનલાઈન કૌભાંડ ચાલી રહ્યું છે. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા હોવાથી જનતાએ સતર્ક રહેવું ખૂબ જ જરૂરી બન્યું છે.

આજકાલ સાયબર ગઠિયાઓ ભારત ગેસ, ઇન્ડેન અને એચપી ગેસના ગ્રાહકોને ખાસ નિશાન બનાવી રહ્યા છે. ગ્રાહકોને મોકલવામાં આવતા મેસેજમાં ડરાવવા માટે એવું લખેલું હોય છે કે, "તમારી LPG સબસિડી બંધ થવાની છે, તો તમારું LPG KYC તાત્કાલિક પૂરું કરો" અથવા "તમારું ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે, ચાલુ રાખવા માટે અહીં ક્લિક કરો." લોકો ગભરાઈને જેવી આ મેસેજ સાથે આપેલી લિંક પર ક્લિક કરે છે કે તરત જ એક નકલી વેબસાઇટ ખુલે છે, જે બિલકુલ અસલી સરકારી ઓઇલ કંપનીની વેબસાઇટ જેવી જ દેખાતી હોય છે.

આ નકલી વેબસાઇટ પર ગયા પછી ગ્રાહકો ભોળવાઈ જાય છે અને ત્યાં પોતાનો આધાર નંબર, બેંક ખાતાની વિગતો, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ નંબર અને છેલ્લે મોબાઈલ પર આવતો OTP એન્ટર કરી દે છે. આ બધી ગોપનીય માહિતી જેવી સાયબર ચોરોના હાથમાં પહોંચે છે, કે તરત જ તેઓ ગ્રાહકના બેંક ખાતામાંથી મિનિટોમાં બધા પૈસા ઉપાડી લે છે.

જો તમારી સાથે આવી છેતરપિંડી થાય તો શું કરવું?

જો તમે ભૂલથી પણ આવી કોઈ લિંક પર ક્લિક કરીને તમારી પર્સનલ કે બેંકિંગ માહિતી શેર કરી દીધી હોય, તો જરાય સમય બગાડ્યા વગર આ પગલાં ભરો:

તાત્કાલિક તમારી બેંકનો સંપર્ક કરીને તમારા ખાતા અને કાર્ડને બ્લોક કરાવો.

તમારા તમામ ઓનલાઈન બેંકિંગ અને ડિજિટલ વોલેટના પાસવર્ડ તાત્કાલિક બદલી નાખો.

આ ફ્રોડ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અથવા નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવો.

તમારા નજીકના LPG ગેસ વિતરક (એજન્સી) પર જઈને પણ આ વાતની જાણ કરો.

આ પણ વાંચોઃ મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!

શું LPG KYC કરાવવું ફરજિયાત છે?

હા, ઓઇલ કંપનીઓ નિયમ મુજબ સમયાંતરે ગ્રાહકો પાસે KYC અથવા વેરિફિકેશન પ્રક્રિયા કરાવતી હોય છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે કોઈ પણ ગેસ કંપની ક્યારેય પણ SMS, ફોન કોલ કે વોટ્સએપ પર ગ્રાહકો પાસેથી તેમનો OTP, ATM પિન, બેંક પાસવર્ડ કે કાર્ડની વિગતો માંગતી નથી. તેથી સજાગ રહો અને આવી કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરવાનું હંમેશા ટાળો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget