શોધખોળ કરો
Advertisement
હાફિઝ સઈદને પડકારનારી જ્હાનવીને શ્રીનગરમાં ધ્વજ ફરકાવતા રોકી, એરપોર્ટથી મોકલી પાછી
શ્રીનગર: રવિવારે લુધિયાનાની 15 વર્ષની જ્હાનવી બહેલ, કે જે શ્રીનગરમાં સ્વતંત્રતા દિનના રોજ ત્રિરંગો ફરકાવવા ગઈ હતી, તેને જમ્મુ-કશ્મીર પોલીસ દ્વારા શ્રીનગર એરપોર્ટ પર જ રોકવામાં આવી હતી. તેને શ્રીનગર એરપોર્ટ પરથી જ પાછી મોકલવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આવી જ રીતે લાલચોકમાં ધ્વજ ફરકાવવા પહોંચેલી ગુજરાતની તન્ઝીમને પણ શ્રીનગર એરપોર્ટથી પાછી મોકલવામાં આવી હતી.
લુધિયાનાની જ્હાનવીએ ગયા મહિને ઘોષણા કરી હતી કે તે સ્વતંત્રતા દિનના રોજ શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવશે.
જ્હાનવીએ કહ્યું હતું કે, હું સ્વતંત્રતા દિનના રોજ લાલ ચોકમાં તિરંગો ફરકાવીશ કેમકે ત્યાં આગળ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે.
તેણે જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તૈયબાના લિડર હાફિઝ સઈદને પણ પડકાર્યો હતો. અને કશ્મીરીઓમાં ભાગલા પડાવવાનું બંધ કરવા કહ્યું હતું.
જ્હાનવી લુધિયાણામાં DAV પબ્લિક સ્કૂલમાં ભણે છે. અને તે રક્ષાજ્યોતિ ફાઉંડેશન એનજીઓની સભ્ય છે. તેણે પ્રજાસત્તાક દિનના રોજ સ્વચ્છ ભારત અભિયાનમાં તેણે કરેલા પ્રદાન બદલ સન્માનવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement