શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મહારાષ્ટ્રઃ પુણેમાં કચરાના ઢગલામાંથી મળી 1000ની 52 નોટ, તપાસ શરૂ
![મહારાષ્ટ્રઃ પુણેમાં કચરાના ઢગલામાંથી મળી 1000ની 52 નોટ, તપાસ શરૂ Maharashtra 1000 Notes Found In Garbage મહારાષ્ટ્રઃ પુણેમાં કચરાના ઢગલામાંથી મળી 1000ની 52 નોટ, તપાસ શરૂ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/11083150/maharashtra-1000-notes-found-in-garbage.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પુણેઃ કાળા નાણાં પર થયેલ સર્જિકલ સ્ટ્રાઈક બાદ કાળા નાણાં રાખાનારાઓની મુશ્કેલી વધી ગઈ છે. મહારાષ્ટ્રના પુણેમાં તો કોઈ હજાર રૂપિયાની એક-બે નહીં પરંતુ પૂરી 52 નોટ કચરામાં ફેંકીને ચાલ્યું ગયું.
આ ઘટના મહારાષ્ટ્રના પુણેમાં સામે આવી છે જ્યાં એક વૃદ્ધ મહિલા કચરાના ઢગલા ઉઠાવવાનું કામ કરે છે. સવારે જ્યારે વિધિ યૂનિવર્સિટી રોડ પર કચરો ઉઠાવવા ગઈ તો તેને ત્યાં કંઈક દેખાયું જે જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ. મહિલાને કચરાના ઢગલામાં હજાર રૂપિયાની 52 નોટ મળી, તેને કંઈ સમજાયું નહીં કે કરવું શું? મહિલાએ પોતાના ઓળખીતાને ફોન કરીને બોલાવ્યો અને સમગ્ર વાતની જાણ કરી.
મહિલાએ ઇમાનદારી બતાવતા નોટ પોલીસને સોંપી દીધી. આ સમગ્ર મામલે એક વાત તો સ્પષ્ટ છેકે, મોટી નોટો પર અંકુશથી કાળા નાણાં રાખનારાની મુશ્કેલી વધી ગઈ છે. કાળા નાણાંમાંથી છૂટકારો મેળવવાના અવનાવા પેંતરા અજમાવી રહ્યા છે. કચરાના ઢગલામંથી નોટ મળ્યા બાદ પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી તપાસ શરૂ કરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)