મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણના 15 દિવસ બાદ ગુરુવારે ખાતાની ફાળવણી કરી હતી. જેના બે દિવસ બાદ એનસીપીના બે વરિષ્ઠ નેતાઓ જયંત પાટીલ અને છગન ભુજબળના મંત્રાલયોમાં બદલાવ કરવામાં આવ્યો છે.


જયંત પાટિલને હવે જળ સંસાધન અને સેક્ટરોયિલ ડેવલપમેન્ટ ખાતુ આપવામાં આવ્યું છે. જ્યારે ફૂડ એન્ડ સિવિલ સપ્લાઇ, લઘુમતિ વિકાસ અને કલ્યાણ મંત્રાલય છગન ભુજબળને ફાળવવામાં આવ્યું છે. પહેલા જળ સંસાધન મંત્રાયલ ભૂજબળને તથા ફૂડ એન્ડ સિવિલ સપ્લાઇ જયંત પાટિલને આપવામાં આવ્યા છે.


મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીના ગઠબંધન પૈકી શિવસેનાને ગૃહ અને શહેરી વિકાસ મંત્રાલય મળ્યા છે. જ્યારે કોંગ્રેસને રેવન્યૂ, ઊર્જા, શિક્ષા, પીડબલ્યુડી, કપડા, મહિલા અને બાળ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. જ્યારે એનસીપીને નાણા, આવાસ, સાર્વજનિક સ્વાસ્થ્ય મંત્રાલય મળ્યા છે.

સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર કારની અડફેટે માતા-પુત્રી સહિત ત્રણ લોકોના મોત, જાણો વિગત

અમૂલે દૂધના ભાવમાં કર્યો 2 રૂપિયાનો વધારો, નવો ભાવ આવતીકાલથી જ થશે લાગુ

INDvWI: આવતીકાલે ચેન્નઈમાં પ્રથમ વન ડે, કોણ કરશે રોહિત સાથે ઓપનિંગ ?