શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે 7મી માર્ચે અયોધ્યા જશે. રામલલાના કરશે દર્શન
સંજય રાઉતે જણાવ્યું કે, સીએમ ઠાકરે સાથે મહારાષ્ટ્ર મંત્રીમંડળના સભ્ય, કેટલાક સાંસદ અને ધારાસભ્યો પણ આવશે. સાથે તેમણે કહ્યું કે, તેમાં કોઈ રાજનીતિ નથી.
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ 7 માર્ચના રોજ અયોધ્યા જશે અને રામજન્મભૂમિ પર વિરાજમાન રામલલાના દર્શન કરશે. ઉદ્ધવ ઠાકરેના આગમનની તૈયારીને લઈ અયોધ્યા પહોંચેલા શિવસેના પ્રવક્તા તથા સાંસદ સંજય રાઉતે ડીએમ અનુજ કુમાર ઝા સાથે મુલાકાત કરી હતી અને સીએમના કાર્યક્રમની જાણકારી આપી હતી.
સંજય રાઉતે જણાવ્યું કે, સીએમ ઠાકરે સાથે મહારાષ્ટ્ર મંત્રીમંડળના સભ્ય, કેટલાક સાંસદ અને ધારાસભ્યો પણ આવશે. સાથે તેમણે કહ્યું કે, તેમાં કોઈ રાજનીતિ નથી. ત્રણેય પક્ષના સમર્થનથી મહારાષ્ટ્ર સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ આધારે ચાલી રહી છે. શિવસેનાએ ના તો પોતાનો ચેહરો બદલો છે ન આત્મા. અમારી સરકાર પ્રભુ રામના આદર્શન પર ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આરોગ્ય
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion