શોધખોળ કરો
Advertisement
લગ્નના 15 દિવસ પહેલા જ દેહરાદુનનો જવાન શહીદ, અંતિમ સંસ્કારમાં પરિવારજનો ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યાં
નવી દિલ્હી: પાકિસ્તાનની વધારે એક નાપાક હરકતનાં કારણે દેશનો વધારે એક પુત્ર શહીદ થયો હતો. શનિવારે LOC પર રાજૌરી જિલ્લાનાં નૌશેરા સેક્ટરમાં IEDને ડિફ્યુઝ કરતી વખતે વિસ્ફોટ થયો હતો. તે દરમિયાન સેનાના મેજર ચિત્રેશ સિંહ બિશ્ટ શહીદ થયા હતા. શહીદ જવાનના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં પરિવારજનો ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતાં. 31 વર્ષના ચિત્રેશના 7 માર્ચે લગ્ન થવાના હતા.
શહીદ ચિત્રેશના પાર્થિવદેહ રવિવારે દેહરાદન પહોંચ્યો હતો. આજે ચિત્રેશની અંતિમયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદના નારાથી દેહરાદુન ગુંજી ઉઠ્યું હતું. તેઓ દહેરાદુનનાં રહેવાસી હતા અને તેમના પિતા ઉતરાખંડ પોલીસમાં ઈન્સપેક્ટર હતા.
સેનાના સુત્રો અનુસાર નૌશેરા સેક્ટરનાં લામ ઝાંગડ વિસ્તારમાં સરૈયા વિસ્તારમાં લગાવાયેલ IEDની માહિતી મળી હતી. ત્યાર બાદ તેને ડિફ્યુઝ કરવામાં આવી રહી હતી. ત્રણ આઈઈડીને સફળતાપુર્વક ડિફ્યુઝ કરી લેવામાં આવી હતી જોકે ચોથી આઈઈડીને ડિફ્યુઝ કરતી વખતે બ્લાસ્ટ થયો હતો.
આ દરમિયાન એન્જિનિયર્સ વિભાગનાં મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ થયા હતા. તેઓ 21 જીઆરમાં ફરજંદ હતા. આ અગાઉ 15 ઓગષ્ટે ચિત્રેશે 15-18 આઈઈડીને ડિફ્યુઝ કર્યા હતા. જે તેમની કંપનીનાં બેઝ કેમ્પમાં લગાવાઈ હતી. ચિત્રેશ ભારતીય સેન્ય એકેડેમીમાં દેહરાદુનથી 2010માં પાસ આઉટ થયા હતા.
ચિત્રેશનાં 7 માર્ચે લગ્ન થવાના હતા જેના માટે તેમના પિતા લગ્નના કાર્ડ વહેંચી રહ્યા હતા તે દરમિયાન જ કાર્ડ વહેંચીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ચિત્રેશનાં પિતાને પુત્રની શહાદતના સમાચાર મળ્યાં હતાં. શહીદ ચિત્રેશનો પાર્થિવ દેહ રવિવારે દેહરાદુન પહોંચ્યો હતો. ઘરમાં શોકની લાગણી છવાઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement