શોધખોળ કરો
Advertisement
લગ્ન બાદ જમાઈ અને સાસુ વચ્ચે બંધાયા શારીરિક સંબંધો પછી શું આવ્યો કરુણ અંજામ? જાણીને ચોંકી જશો
આરોપી શાહરૂખના લગ્ન થોડાં વર્ષો પહેલાં જ શાહીનની દીકરી સાથે થયા હતાં. શાહરૂખના નિકાહ બાદ પોતાની સાસુ સાથે શાહરૂખના શારીરિક સંબંધ બંધાયા હતા.
રવિવારે મધ્ય પ્રદેશના ભોપાલમાં એક શખ્સે પોતાની લિવ ઈન પાર્ટનરનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ બંને વચ્ચે સાસુ અને જમાઈનો સંબંધ હોવાનું મીડિયો રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. હત્યાની જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, અશોક વિકાર કોલોનીમાં શાહીન નામની એક મહિલા શાહરૂખ નામના યુવક સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતી હતી. શનિવારે અચાનક શાહીન અને શાહરૂખ વચ્ચે ઝઘડો થઈ હતો. ઝઘડાનું કારણ શાહીદનનું દેહ વ્યાપાર કરવાનું કહેવામાં આવી રહ્યું હતું. શાહરૂખે શાહીનને દેહવ્યાપાર ન કરવા અને તેમાંથી બહાર આવવા કહ્યું હતું પરંતુ તે આ વાત માની ન હતી અને તે બન્નેની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. જોકે રવિવારે શાહરૂખે શાહીનનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.
હત્યા કર્યાં બાદ શાહરૂખે જાતે જ તેની જાણકારી પોતાના એક મિત્રને આપી હતી. સમગ્ર ઘટનાની મિત્રને જાણકારી આપ્યા બાદ તે ફ્લેટમાંથી ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ અજાણ્યા શખ્સે આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ફ્લેટ પર પહોંચેલી પોલીસ જોયું તો ત્યાં શાહીનનો મૃતદેહ પડ્યો હતો.
મહત્વની વાત છે કે, આરોપી શાહરૂખના લગ્ન થોડાં વર્ષો પહેલાં જ શાહીનની દીકરી સાથે થયા હતાં. શાહરૂખના નિકાહ બાદ પોતાની સાસુ સાથે શાહરૂખના શારીરિક સંબંધ બંધાયા હતા. શાહીને પોતાના પતિથી ડિવાર્સ લીધા હતા.
ત્યાર બાદ સાસુ અને જમાઈ સાથે રહેવા લાગ્યા હતાં. પોલીસ મુજબ શાહીન દેવવ્યાપારના ધંધામાં સંડોવાયેલી હતી અને પાછલા વર્ષે જ આ કારણે તેની ધરપકડ કરાઈ હતી. હાલમાં પોલીસ ફરાર આરોપી જમાઈની શોધખોળ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement