શોધખોળ કરો

દેશમાં વેક્સિનેશનને લઈ આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા અને રાહુલ ગાંધી વચ્ચે ટ્વિટર વોર

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દેશમાં વેક્સિનેશનને લઈને ઘણી વખત સરકારે આડે  હાથ લેતા હોય છે. રાહુલ ગાંધીએ દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ અને વેક્સિનેશનને લઈ મોદી સરકાર પર અવારનવાર સવાલો ઉઠાવ્યા છે.

નવી દિલ્હી: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દેશમાં વેક્સિનેશનને લઈને ઘણી વખત સરકારે આડે  હાથ લેતા હોય છે. કોરોનાકાળમાં રાહુલ ગાંધીએ દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ અને વેક્સિનેશનને લઈ મોદી સરકાર પર અવારનવાર સવાલો ઉઠાવ્યા છે. ત્યારે હવે  વેક્સિનેશનને લઈ રાહુલ ગાંધી અને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા વચ્ચે  ટ્વિટર વોર શરૂ થઈ છે. રાહુલ ગાંધીએ વેક્સિનેશન પર કરેલા ટ્વિટનો આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જવાબ આપ્યો છે. તેમણે ટ્વિટ કરતા લખ્યું કે ભારતમાં જુલાઈ મહિનામાં 13 કરોડથી વધુ રસી અપાઈ છે. આ મહિને તેનાથી પણ ઝડપી રસીકરણ થશે. આ ઉપલબ્ધી માટે અમને સ્વાસ્થ્યકર્મીઓ પર ગર્વ છે. હવે તો એમના પર દેશ અને આપને પણ ગર્વ હોવો જોઈએ. 

મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધી પર વ્યંગ કરતા લખ્યું કે 13 કરોડ લોકોએ રસી લીધી એમાંથી એક આપ પણ છો પરંતુ આપણા વૈજ્ઞાનિકો માટે એક શબ્દ પણ નથી કહ્યો. જનતાને વેક્સિન લગાવવા માટે અપીલ પણ નથી કરી. મતલબ કે આપ વેક્સિનેશન પર તુચ્છ રાજનીતિ કરી રહ્યા છો. ખરેખર વેક્સિનની નહીં પરંતુ આપનામાં પરિપક્વતાની અછત છે. 

દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા પરંતુ છેલ્લા પાંચ દિવસથી રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, એટલે કે છેલ્લા પાંચ જ દિવસમાં બે લાખથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 41,831 નવા કેસ નોંધાયા હતા અને 39,258 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 541 લોકોના મોત થયા હતા.

દેશમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3,16,55,764
એક્ટિવ કેસઃ 4,11,043
કુલ રિકવરીઃ 3,08,20,521
કુલ મોતઃ 4,24,351

કેટલા ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 46 કરોડ 15 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

  દેશમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ વેક્સિન સત્રમાં 2.27 લાખથી વધારે મહિલાઓને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. તમિલનાડુમાં 78 હજારથી વધુ ગર્ભવતી મહિલાઓને રસીના ડોઝ અપાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
Embed widget