શોધખોળ કરો
મુંબઈમાં પતિ સાથે મકાન જોવા ગયેલી પત્ની પર ગેંગરેપ, 7 ની ધરપકડ

મુંબઈ: મુંબઈમાં એક મહિલા સાથે છ લોકોએ કર્યો બળાત્કાર. આ મહિલા પોતાના પતિ સાથે મુંબઈમાં એક વિસ્તારમાં મકાન જોવા માટે ગઈ હતી. આરોપીઓએ મહિલાના પતિને રૂમમાંથી જબરજસ્તી બહાર મોકલી તેની પત્ની સાથ સામૂહિક બળાત્કાર કર્યો. આ મામલો મુંબઈના અંબોલી વિસ્તારનો છે. આ પતિ-પત્ની મુબઈના કેંદ્રીય ઉપનગરમાં રહે છે, તેઓ બીજી જગ્યા પર રહેવા માટે મકાનની તપાસ કરી રહ્યા હતા. ગત રાત્રે પતિ-પત્ની બંને અંબોલી વિસ્તારમાં એક મહિલા એજંટની મદદથી મકાન જોવા માટે ગયા હતા. જ્યા આશરે આઠ લોકો દ્વારા તેમને ઘેરી લેવામાં આવ્યા પત્નીને એક રૂમમાં લઈ જવામાં આવી જ્યારે તેના પતિને બહાર મોકલી દેવામાં આવ્યો. ત્યારબાદ 6 લોકોએ મહિલા સાથે બળાત્કાર કર્યો. પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે. મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી છે. પોલીસે આ મામલે કેસ દાકલ કર્યા બાદ સાત લોકોની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી હજી પણ ફરાર છે. પોલીસે તેની શોધખોળ ચાલુ કરી છે, પોલીસના જણાવ્યા મુજબ મહિલા અને તેનો પતિ શામનગર વિસ્તારમાં મકાન જોવા માટે ગયા હતા, જ્યાં આઠ લોકોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો.
વધુ વાંચો




















