શોધખોળ કરો

ગ્વાલિયરથી ભોપાલ જતી બસમાં ભીષણ આગ, પ્રવાસીઓ બારીથી કૂદ્યા, માતા બાળકીને તેડી જીવ બચાવવા દોડી પરંતુ...

MP News: મધ્ય પ્રદેશમાં ગ્વાલિયરથી ભોપાલ જઈ રહેલી બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે આખી બસ બળીને ખાખ થઈ ગઈ. ઘટના સમયે બસમાં લગભગ 25 મુસાફરો સવાર હતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગ્વાલિયરથી ભોપાલ જતી બસમાં અચાનક આગ લાગી.
  • આગથી ગભરાયેલા ૨૫ મુસાફરોનો આબાદ બચાવ થયો.
  • મુસાફરોનો સામાન બળી ગયો, સ્ટાફ પર ભાગી જવાનો આરોપ.
  • સ્થાનિકો, પોલીસે મદદ કરી; ફાયર બ્રિગેડે આગ બુઝાવી.

MP News: મધ્યપ્રદેશના ગ્વાલિયરથી ભોપાલ જતી બસમાં આગ લાગી હતી, જેના કારણે ભારે ગભરાટ ફેલાયો હતો. મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે બસમાંથી કૂદી પડ્યા હતા. આગમાં મુસાફરોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. અહેવાલો અનુસાર, બસમાં અંદાજે 25 મુસાફરો સવાર હતા. જોકે 25 પ્રવાસીનો આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી છે. 

બસમાં આગ લાગી ત્યારે મુસાફરો ભાગતા હતા ત્યારે હૃદય વિદારક દ્વશ્ય સર્જાયું હતું એક માતા તેની બાળકીને લઇને ભાગવા જતાં ગબડી પડી હતી અને ત્યારબાદ તેને કચડીને લોકો ભાગતા હતા, બસમાંથી લોકોની ચીસો અને નાસભાગને જોતા અન્ય સ્થાનિક લોકો પણ મદદે દોડી આવ્યાં હતા અને માતા બાળકી સહિત અન્ય લોકોનું રેસ્ક્યુ કરવામાં મદદ કરી હતી. 

શું છે સમગ્ર મામલો?

આ ઘટના શનિવારે રાત્રે બની હતી. ગ્વાલિયરના ચેતકપુરી વિસ્તારમાં વિવેકાનંદ તિરાહા પાસે ગ્વાલિયરથી ભોપાલ જઈ રહેલી એક વિડિયો કોચ બસમાં અચાનક આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતા મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. બસમાં લગભગ 25 મુસાફરો હાજર હતા. આગ ફેલાતી જોઈને મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ મુસાફરોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

મુસાફરોએ બસના સ્ટાફ પર લગાવ્યા ગંભીર આરોપ

ઘટના બાદ મુસાફરોએ બસના ડ્રાઈવર અને ક્લીનર પર ગંભીર આરોપ લગાવ્યા છે. મુસાફરોના જણાવ્યા મુજબ, બસમાં ટેકનિકલ સમસ્યા હતી અને મુસાફરી શરૂ કરતા પહેલાં સ્ટાફે બસનું રિપેરિંગ પણ કરાવ્યું હતું.  મુસાફરોનો આરોપ છે કે, બસમાંથી ધુમાડો નીકળતો જોવા મળતાં જ ડ્રાઈવર અને ક્લીનરે મુસાફરોને જાણ કર્યા વિના બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો. ડ્રાઈવર અને ક્લીનરને બસમાંથી કૂદતા જોઈ મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ત્યારબાદ આગ ઝડપથી ફેલાતાં મુસાફરોએ પણ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

આ પણ વાંચો: ઝારખંડના મંત્રી સુદીવ્ય કુમાર સોનુનું નિધન, મોડી રાત્રે આવ્યો હતો હાર્ટ એટેક

આસપાસથી પસાર થઈ રહેલા લોકો, વાહનચાલકો અને  કેટલાક પોલીસકર્મીઓએ મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. તેમણે શરૂઆતમાં આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો.પછી ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

અગાઉ પણ બસમાં આગની ઘટના બની હતી

આ પહેલાં 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લામાં ઈવીએમ અને ચૂંટણી કર્મચારીઓને લઈને પરત ફરી રહેલી બસમાં પણ અચાનક આગ લાગી હતી. આ બસ બેતુલ જિલ્લાના છ મતદાન કેન્દ્રોમાંથી ચૂંટણી સામગ્રી લઈને પરત ફરી રહી હતી. બસમાં આગ લાગતાં વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

 

Frequently Asked Questions

ગ્વાલિયરથી ભોપાલ જતી બસમાં કઈ ઘટના બની હતી?

ગ્વાલિયરથી ભોપાલ જઈ રહેલી એક વિડિયો કોચ બસમાં અચાનક આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતા મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

આ ઘટના ક્યાં અને ક્યારે બની હતી?

આ ઘટના શનિવારે રાત્રે ગ્વાલિયરના ચેતકપુરી વિસ્તારમાં વિવેકાનંદ તિરાહા પાસે બની હતી.

બસમાં કેટલા મુસાફરો હતા અને કોઈ જાનહાનિ થઈ હતી?

બસમાં લગભગ 25 મુસાફરો હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મુસાફરોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

મુસાફરોએ બસના સ્ટાફ પર શું આરોપ લગાવ્યા છે?

મુસાફરોએ આરોપ લગાવ્યો કે બસમાં ટેકનિકલ સમસ્યા હતી અને ડ્રાઈવર-ક્લીનરે ધુમાડો નીકળતા જોઈને મુસાફરોને જાણ કર્યા વિના કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

આગ લાગ્યા બાદ મુસાફરોને મદદ કોણે કરી?

આસપાસથી પસાર થઈ રહેલા લોકો, વાહનચાલકો અને કેટલાક પોલીસકર્મીઓએ મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી. બાદમાં ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.

Advertisement

ટોપ સ્ટોરી

Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
સંકટમાં SpiceJet: 3 મોટા એરપોર્ટ પર 74% ફ્લાઇટ્સ રદ, આજે પણ અનેક ફ્લાઇટ્સ કેન્સલ
સંકટમાં SpiceJet: 3 મોટા એરપોર્ટ પર 74% ફ્લાઇટ્સ રદ, આજે પણ અનેક ફ્લાઇટ્સ કેન્સલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Embed widget