Hyderabad Mercedes Gang Rape: હૈદરાહબાદના જુબલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં 28 મેએ સગીરાની સાથે કથિત રીતે ગેન્ગરેપ (Hyderabad Gang-rape) ના આરોપમાં 5 સગીરો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યોચે. આ મામલામાં પિતા તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે છોકરીને કેટલાક છોકરાઓ કારમાં બેસાડીને લઇ ગયા. બળાત્કારની ઘટના પહેલા સીસીટીવી ફૂટેજ (CCTV Footage) માં પીડિતાને આરોપીઓની સાથે એક પબમાં જોવામાં આવી છે. છોકરાઓએ તેને ઘરે છોડવાનો પ્રસ્તાવ આપ્યો હતો.
જુબલી હિલ્સ દુષ્કર્મ કેસને લઇને હૈદરાબાદના જુલલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં તેલંગાણા BJPના સભ્યોએ વિરોદ પ્રદર્શન કર્યુ. ત્યારબાદ પ્રૉટેસ્ટ સાઇટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. તેલંગાણાના મંત્રી કેટી રામા રાવે રાજ્યના ગૃહમંત્રી મોહમ્મદ મહમૂદ અલી, ડીજીપી અને હૈદરાબાદ શહેર પોલીસ કમિશનર પાસે દુષ્કર્મ મામલામાં તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે.
તેમને કહ્યું કે, આ કેસમાં સામેલ કોઇપણ શખ્સને ના છોડે, ભલે પછી તે કોઇ પણ હોય. વળી વેસ્ટ ઝૉનના ડીસીપી અનુસાર, ધારાસભ્યના દીકરા પર મીડિયામાં ખુબ આરોપ લાગ્યા. પીડિતના નિવેદન પ્રમાણએ, સીડીઆર વિશ્લેષણ અને સીસીટીવી ફૂટેજ અનુસાર, તે 5માંથી ન હતો. અમે હજુ પણ વધુ સબૂતોની તપાસ કરી રહ્યાં છીએ.
હૈદરાબાદ દુષ્કર્મ મામલા પર ટીઆરએસ નેતા કે કવિતાએ કહ્યું કે, એક સગીરાની સાથે દુષ્કર્મની દુઃખદ અને શરમજનક ઘટના, અમે પરિવારની સાથે ઉભા છીએ. મને વિશ્વાસ છે કે તેલંગાણા પોલીસ આના મૂળ સુધી જશે, જ્યારે મહિલાની સુરક્ષાની વાત આવે છે તો અમારી પાસે ઝીરો ટૉલરેન્સને ટ્રેક રેકોર્ડ છે.
આરોપ છે કે, હુમલાખોરોએ સગીરા સાથે પાર્ક કરવામાં આવેલી મર્સિડીઝમાં મારામારી કરી, અને બાદમાં તેના પર વારાફથી એક એકે દુષ્કર્મ આચર્યુ હતુ. બાકીનાઓ ગાડીની બહાર ધ્યાન રાખી રહ્યાં હતા. જોકે, આ કેસમાં હજુ સુધી કોઇની પણ ધરપકડ નથી થઇ. બતાવવામાં આવી રહ્યું છે કે આ કેસમાં મોટાભાગના આરોપી 11માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ છે.
આ પણ વાંચો......
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નહીં જઈ શકે ગુજરાતની બહાર, જાણો કોણે મુક્યો આ પ્રતિબંધ
મોટા સમાચાર : કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને મળશે 25 લાખની સહાય
EPFO : કેન્દ્ર સરકારે કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડંડ ફંડ પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી
Sukanya Samriddhi Yojana: દીકરીના ભવિષ્ય માટે કરો બચત, ભણતરથી લઈને લગ્ન સુધી મળશે મોટી રકમ
Samrat Prithviraj : અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને આ બે દેશોમાં બેન કરવામાં આવી
Nayika Devi : ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી ગુજરાતમાં કરમુક્ત જાહેર