શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન પર ભારતની સુપર એર સ્ટ્રાઈક, પાકિસ્તાને જારી કર્યા Photos
નવી દિલ્હીઃ પુલવામાં આંતકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બોમ્બ વર્ષા કકરી છે. કહેવાય છે કે, વાયુસેનાના અંદાજે 12 મિરાજ 2000 વિમાનોથી PoKમાં આવેલ આંતકીના કેમ્પને તબાહ કર્યા છે. આ એર સ્ટ્રાઈકમાં 200થી 300 આતંકી ઠાર મરાયા હોવાના અહેવાલ છે.
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે બોમ્બ વર્ષાની અનેક તસવીર ટ્વીટ કીર છે. જેમાં ભારતીય બોમ્બના શેલ પણ જોવા મળી રહ્યા છે.
કહેવાય છે કે, ભારતે અંદાજે 1000 હજાર કિલોના બોમ્બ વર્ષાવ્યા છે. આ હુમલામાં આતંકી કેમ્પ તવાબ થયા છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વાયુસેનાએ મંગળવારે સવારે 3.30 કલાકે મોટી કાર્રવાઈ કરી છે.
ભારતીય એરફોર્સના અનેક વિમાનો વહેલી સવારે પઠાનકોટ એરબેસ અને મધ્ય ભારતથી ઉડાન ભરી. મિરાજ 2000 વિમાનોએ પાકિસ્તાનના રડારને જામ કર્યા.
ત્યાર બાદ મુઝફ્ફરાબાદ, ચકોટી, બાલાકોટમાં અનેક વિસ્તારમાં બોમ્બ વર્ષા કરી. કહેવાય છે કે, જૈશ, હિઝબુલના અનેક કેમ્પ આ હુમલામાં તબાહ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion