શોધખોળ કરો
હરિદ્વારમાં મોબાઇલ ચોરીના શકમાં ટોળાએ યુવકને ઊંઘો લટકાવીને ફટકાર્યો, જાણો વિગતે
જોકે, પોલીસને જાણ થતાં ઘટના સ્થળે આવીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યો હતો. આરોપીઓ હાલ ફરાર છે

નવી દિલ્હીઃ એક દર્દનાક ઘટના સામે ફરી એકવાર સામે આવી છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં એક યુવકને ટોળાએ બેરહેમીથી ફટકાર્યો હતો, તેને જાનવરોની જેમ ઊંઘો લટકાવીને માર માર્યો હોવાની ક્રૂર ઘટના બની છે. માહિતી પ્રમાણે, હરિદ્વારમાં કેટલાક લોકોએ એક યુવકને મોબાઇલ ચોરીના શકમાં પકડ્યો હતો. તેના પર મોબાઇલ ચોરી કર્યાનો આરોપ લગાવીને લોકોએ તેને પકડ્યો અને પછી ઊંઘો લટકાવીને ફટકાર્યો હતો. માર ખાનાર યુવક વારંવાર પોતાને છોડી દેવા માફી માંગતો હતો જોકે, લોકોએ તેના પર અત્યાચાર ચાલુ રાખ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Created with GIMP જોકે, પોલીસને જાણ થતાં ઘટના સ્થળે આવીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યો હતો. આરોપીઓ હાલ ફરાર છે.
Created with GIMP ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મૉબ લિંચિંગની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ મુદ્દે સંસદમાં પણ વિપક્ષે સરકાર પાસે જવાબ માંગ્યો હતો.
Created with GIMP જોકે, પોલીસને જાણ થતાં ઘટના સ્થળે આવીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યો હતો. આરોપીઓ હાલ ફરાર છે.
Created with GIMP ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મૉબ લિંચિંગની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ મુદ્દે સંસદમાં પણ વિપક્ષે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. વધુ વાંચો





















