શોધખોળ કરો
Advertisement
મોદી સરકારનો નિર્ણય, હવે, પોસ્ટ ઓફિસ ગણાશે ‘ઈંડિયા પોસ્ટ પેમેંટ બેંક’
નવી દિલ્હી: મોદી સરકારે દેશભરના પોસ્ટ ઓફિસોને બેંકોનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. બુધવારે થયેલી કેબિનેટ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેબિનેટના નિર્ણય પ્રમાણે, પોસ્ટ ઓફિસોને બેંકનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેથી હવે ઈંડિયા પોસ્ટ પેમેંટ બેંક તરીકે ઓળખાશે. આ બેંક માર્ચ 2017 સુધી પ્રોફેશનલ થઈ જશે. તેની સિવાય કેબિનેટે વર્ષ 2016-17 માટે અનાજનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) 60 રૂપિયા પ્રતિ ક્વિંટલ વધારવાનો નિર્ણય કર્યો છે. હાલના નાણાંકીય વર્ષ માટે અનાજનું MSP 1,470 રૂપિયા પ્રતિ ક્વિંટલ કરવામાં આવ્યું છે.
કેબિનેટે 2016-17માં ખરીફ મૌસમ માટે દાળોનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય 425 રૂપિયા વધારીને 5,000-5,225 રૂપિયા પ્રતિ ક્વિંટલ કરવા માટે મંજૂરી આપી છે. કેબિનેટની મીટિંગમાં લેવામાં આવેલા નિર્ણયની જાણકારી આપવા માટે બપોરે 12:30 વાગે પ્રેસ કોંફ્રેંસ યોજાવાની હતી. પરંતુ કોઈ અગમ્ય કારણોસર પ્રેસ કોંફ્રેંસ સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે બપોરે 3.00 વાગે આ પ્રેસ કોંફ્રેંસ થશે. અને તેમાં કેંદ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને રાધામોહન સિંહ કેબિનેટના નિર્ણયો મીડિયા સામે રજૂ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement