શોધખોળ કરો

જૂન મહિનામાં વરસાદ ભુક્કા બોલાવશે, ચોમાસામાં સમાન્ય કરતા વધુ વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી લેટેસ્ટ આગાહી મુજબ આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે ભારતમાં સરેરાશ કરતાં 106  ટકા વધુ વરસાદ પડવાની ધારણા છે.

નવી દિલ્હી: હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી લેટેસ્ટ આગાહી મુજબ આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે ભારતમાં સરેરાશ કરતાં 106  ટકા વધુ વરસાદ પડવાની ધારણા છે. આ અંદાજ એપ્રિલમાં કરવામાં આવેલા અનુમાન કરતા વધારે છે. ભારતમાં લાંબા ગાળાનો સરેરાશ વરસાદ 868.6 મીમી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 2025 માં ચોમાસાની ઋતુ (જૂન થી સપ્ટેમ્બર) દરમિયાન, સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે.

સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે

હવામાન વિભાગે જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર 2025 દરમિયાન, દેશના મોટાભાગના ભાગોમાં ઉત્તરપશ્ચિમ અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારો અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા વિસ્તારો સિવાય સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. IMD જૂનના છેલ્લા અઠવાડિયામાં જુલાઈ મહિનાના વરસાદની આગાહી જાહેર કરશે.

દક્ષિણપશ્ચિમ ચોમાસુ એક અઠવાડિયા પહેલા 24 મેના રોજ કેરળમાં પહોંચ્યું હતું. દક્ષિણપશ્ચિમ ચોમાસાની સામાન્ય શરૂઆત 1 જૂન છે. આગામી 2-3 દિવસમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ચોમાસુ પહોંચી શકે છે. આ સાથે ઉત્તરપૂર્વીય રાજ્યોના બાકીના ભાગો અને પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના આગળ વધવા માટે હવામાન પરિસ્થિતિઓ અનુકૂળ છે.

વરસાદથી ખેડૂતોને ફાયદો થશે

તમને જણાવી દઈએ કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ચોમાસુ બે વાર વહેલું પહોંચ્યું છે - 2022 અને 2024. IMD ના ડેટા અનુસાર, 2022 અને 2024 માં ચોમાસાની શરૂઆત 29 મે અને 30 મે ના રોજ થઈ હતી. સામાન્ય કરતાં વધુ ચોમાસાના વરસાદથી ખેડૂતોને આ ખરીફ સિઝનમાં વધુ પાક વાવવામાં મદદ મળે છે, જે એકંદર કૃષિ ક્ષેત્ર માટે સારું છે. લાખો ભારતીયો માટે ખેતી એ આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. 

વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડવાની પણ શક્યતા 

27 મે થી 1 જૂન દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાનમાં 40  થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું, વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે. આગામી બે દિવસ સુધી હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ કરા પડી શકે છે.

સોમવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આંધ્રપ્રદેશના રાયલસીમા વિસ્તારમાં પહોંચી ગયું. તે એક કે બે દિવસમાં આંધ્રપ્રદેશના અન્ય વિસ્તારોમાં પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસુ તેલંગાણા, મિઝોરમના બાકીના ભાગો, સમગ્ર ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં સમય પહેલા પહોંચી ગયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
Embed widget