શોધખોળ કરો

IMD Alert: આગામી 48 કલાકમાં મુંબઈ સહિત આ વિસ્તારો આભ ફાટશે? આગામી 2 દિવસ આ 5 રાજ્યો માટે ભારે!

monsoon 2026 update: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ ચોમાસાએ ગતિ પકડી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહારના ભાગોમાં ચોમાસું બેસી ગયું છે, જ્યારે આગામી 48 કલાકમાં મુંબઈમાં પણ વરસાદની પૂરી સંભાવના છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેશભરમાં ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, બિહાર સુધી પહોંચ્યું.
  • ચોમાસાની ઉત્તરીય સીમા બિહાર સુધી પહોંચી, વરસાદ સક્રિય થયો.
  • આગામી 48 કલાક ચોમાસાને આગળ વધવા અનુકૂળ છે.
  • દિલ્હી-NCR માં 27-29 જૂને ચોમાસું આવવાની સંભાવના.

india monsoon 2026 update: દેશભરમાં હવે ચોમાસાએ બરાબરની ગતિ પકડી લીધી છે. હવામાન વિભાગે સોમવારે (22 જૂન, 2026) આપેલી લેટેસ્ટ માહિતી મુજબ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણાથી લઈને છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે. એક તરફ કેરળ, પૂર્વોત્તર અને દક્ષિણ ભારતમાં વરસાદ જમાવટ કરી રહ્યો છે, ત્યારે હવે સૌની નજર ઉત્તર ભારત અને ખાસ કરીને દિલ્હી-NCR પર ટકેલી છે કે ત્યાં મેઘરાજા ક્યારે મહેર કરશે અને લોકોને આકરી ગરમીમાંથી છુટકારો અપાવશે.

અત્યારે ક્યાં પહોંચી છે ચોમાસાની લાઇન?

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અત્યારે ચોમાસાની ઉત્તરીય સીમા અલીબાગ, પુણે, નિઝામાબાદ, દાંતેવાડા, બાલનગીર, સુંદરગઢ, ચતરા, ગયા અને મુઝફ્ફરપુર પરથી પસાર થઈને મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધી રહી છે. આ લાઇન છેક નેપાળની બોર્ડરની નજીક પહોંચી ગઈ છે, જેનો સીધો મતલબ એ છે કે બિહારનો મોટો વિસ્તાર હવે વરસાદની ઝપેટમાં આવી ગયો છે અને ત્યાં ચોમાસું સક્રિય થઈ ગયું છે.

આગામી 48 કલાક કેવા રહેશે?

આગામી 48 કલાકની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચોમાસું વધુ આગળ વધે તે માટે હાલ વાતાવરણ એકદમ અનુકૂળ છે. આનાથી મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકીના વિસ્તારોને મોટો ફાયદો થશે. એટલું જ નહીં, આવતા 2 દિવસમાં તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના બાકી રહેલા વિસ્તારોમાં પણ ચોમાસાની અસર જોવા મળી શકે છે અને સારો એવો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?

દિલ્હી-NCR ના લોકોએ હજુ કેટલી રાહ જોવી પડશે?

હવે સૌથી મોટો સવાલ એ છે કે દિલ્હી-NCR ના રહેવાસીઓ માટે વરસાદ ક્યારે આવશે? હવામાન વિભાગના રેકોર્ડ પ્રમાણે, દિલ્હીમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 27 થી 29 જૂન, 2026 ની આસપાસ રહેલી છે. એટલે કે, બિહાર અને ઝારખંડમાં ભલે વરસાદની એન્ટ્રી થઈ ગઈ હોય, પણ દિલ્હીવાસીઓએ હજુ થોડા દિવસો કાગડોળે રાહ જોવી પડશે. જોકે, આ એક અંદાજિત તારીખ છે અને હવામાન વિભાગ આગામી દિવસોમાં દિલ્હી-NCR ના હવામાન અંગે અલગથી નવું અપડેટ આપી શકે છે.

દેશના બાકીના વિસ્તારોની સ્થિતિ

હાલની વાત કરીએ તો, કેરળ, દક્ષિણ ભારત અને પૂર્વોત્તર ભારતમાં ચોમાસું પહેલેથી જ પહોંચી ગયું છે. મધ્ય ભારતની વાત કરીએ તો મુંબઈ, પુણે અને નિઝામાબાદ બેલ્ટમાં પણ ચોમાસું તેના નિર્ધારિત સમયની આસપાસ જ પહોંચી ગયું છે. હવે આખા દેશની નજર એ વાત પર છે કે ઉત્તર ભારતના બાકીના રાજ્યોને મેઘરાજા કેટલી ઝડપથી કવર કરે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકા ભીંજાયા, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ

Frequently Asked Questions

ચોમાસું હાલ કયા રાજ્યોમાં પ્રવેશી ચૂક્યું છે?

હવામાન વિભાગ મુજબ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે. કેરળ, પૂર્વોત્તર અને દક્ષિણ ભારતમાં પહેલેથી જ વરસાદ જમાવટ કરી રહ્યો છે.

આગામી 48 કલાકમાં ચોમાસું ક્યાં આગળ વધશે?

આગામી 48 કલાકમાં ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકીના વિસ્તારોને ફાયદો થશે. તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના બાકીના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે.

દિલ્હી-NCR માં ચોમાસું ક્યારે પહોંચવાની શક્યતા છે?

દિલ્હી-NCR માં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 27 થી 29 જૂન, 2026 ની આસપાસ છે. તેથી, દિલ્હીવાસીઓએ હજુ થોડા દિવસો રાહ જોવી પડશે. હવામાન વિભાગ આ અંગે નવું અપડેટ આપી શકે છે.

ટોપ સ્ટોરી

Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP
Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP
સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાંદી ₹3,700 સસ્તી થઈ, જાણો 22 અને 24 કેરેટ સોનાનો આજનો ભાવ
સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાંદી ₹3,700 સસ્તી થઈ, જાણો 22 અને 24 કેરેટ સોનાનો આજનો ભાવ
રેપો રેટ વધારીને 6.25% કરી દેશે RBI! વધશે EMI- ડ્યુશ બેંકનો મોટો દાવો

Embed widget