શોધખોળ કરો
છોકરો પામવા 4 માસની માસૂમ બાળકીની હત્યા કરતી માતા

નવી દિલ્લીઃ જયપુરમા માની મમતા પર સવાલ ઉભા કરતો આઘાતજનક બનાવ બન્યો છે. એક માંએ પોતાની ચાર મહિનાની બાળકીની હત્યા કરી દીધી કેમ કે, તેને એક છોકરો જોઇતો હતો. આ કેસમાં પોલીસે તમામ પ્રકારના ફૉરેંસિક પુરાવા મેળવ્યા બાદ આ મામલાનો ખુલાસો કર્યો છે. પોતાની પુત્રીની હત્યાના આરોપમાં નેહા ગોયલ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. 26 ઓગસ્ટે બપોરે 3:45 વાગ્યે નેહાએ પોતાના ઘરમાં દેકારો કર્યો હતો અને કહ્યું હતું કે, તેની બાળકી ગુમ થઇ ગઇ છે. પરિવારના સભ્યોએ બાળકીને શોઘવાનો પ્રયત્ન કર્યો તો તેની લાશ એક જૂના એર કંડિશનરમાંથી મળી આવ્યો હતો. તેના શરીર પર 17 ઇજાના નિશાન હતા. ચાકુથી તેનું ગળુ પણ કાપી નાખવામાં આવ્યું હતું. પોલીસનું કહેવું છે કે, નેહાને છોકરોની ઇચ્છા હતી એટલે તેણે બાળકીની હત્યા કરી નાખી હતી. જયપુર ડીસીપી અંગશુમન ભોમિયાએ જણાવ્યું હતું કે, "જે બ્લડ સેમ્પલ મળ્યા છે, તે માતાના હાથ અને બાથરૂમમાંથી મળ્યા છે. પોલીસે પુરાવાના આધારે પુછપરછ કરી હતી અને હત્યાની કબૂલાત કરી હતી." પોલીસ અનુસાર નેહાના પતિ આ ઘટનાથી શોકમાં છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે, તે વિચારી પણ નથી શક્તા કે તેની પત્ની આ પ્રકારનું પગલું ભરી શકે.
Before You Go
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય






















