શોધખોળ કરો

આવતીકાલથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે તેજસ એક્સપ્રેસ, રેલવેમંત્રી અને CM રૂપાણી આપશે લીલીઝંડી

દેશની પ્રથમ ખાનગી ટ્રેન આવતીકાલથી અમદાવાદ-મુબઈ વચ્ચે શરૂ થવા જઈ રહી છે. રેલવેમંત્રી પિયુષ ગોયેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેજસ એક્સ્પ્રેસને લીલીઝંડી આપશે.

અમદાવાદ: દેશની પ્રથમ ખાનગી ટ્રેન આવતીકાલથી અમદાવાદ-મુબઈ વચ્ચે શરૂ થવા જઈ રહી છે. જેને લઈ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર તૈયારીઓ ચાલી રહી છે. રેલવેમંત્રી પિયુષ ગોયેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેજસ એક્સ્પ્રેસને લીલીઝંડી આપશે. તમામ સાંસદ અને અમદાવાદના મેયર બીજલબેન પટેલ તેમજ રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહેશ. જેને લઈ કાલુપુર રેલવે સ્ટેશન પર તૈયારીઓ ચાલી રહી છે અને રેલવેની સુરક્ષાને લઈને રિહર્સલ કરવામાં આવ્યુ હતુ. બીજી તરફ રેલવે યુનિયનનો વિરોધ રેલવે ના ખાનગીકરણ પર યથાવત છે. ત્યારે તેને તેને લઇ કોઈ વિરોધ ન થાય તે માટે પણ ચુસ્ત બંધોબસ્ત ગોઠવાયો છે. ‘તેજસ એક્સપ્રેસ’માં પ્લેન જેવી કે તેનાથી વધુ સુવિધા આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ સાથે 7 સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલનો સમાવેશ થાય છે. ‘તેજસ એક્સપ્રેસ’ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગ્યે સવારે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ 1.10 વાગ્યે બપોરે પહોંચશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલથી 3.40 વાગ્યે બપોરે ઉપડશે અને અમદાવાદ 9.55 વાગ્યે સાંજે પહોંચશે. અંદાજે 6 કલાકમાં તેજસ એક્સપ્રેસ મુંબઈથી અમદાવાદ પહોંચશે. આ ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક 160 કિ.મી.ની રહેશે. ‘તેજસ એક્સપ્રેસ’માં કુલ 10 કોચ રહેશે જેમાં 9 એસી ચેર કાર કોચ અને 1 એક્ઝિક્યૂટિવ કોચ રહેશે. આ ટ્રેન લક્ઝુરિય સુવિધાઓ આપવામાં આવશે. તેજસ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન પેસેન્જરોને નાસ્તા અને ભોજન પણ આપવામાં આવશે જેનો ભાડામાં સમાવેશ કરવામાં આવશે. એક્ઝિક્યૂટિવ કોચની તમામ 56 સીટો પર એલઈડી સ્ક્રીન મૂકાઈ છે. આ સાથે ઓટો સેન્સર ડસ્ટબિન, સીસીટીવી, ફાયર સેફ્ટીની સુવિધા પણ અપાઈ છે. તેજસ એક્સપ્રેસમાં એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2,384 રૂપિયા રહેશે તેવું જાણવા મળ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget