નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારથી બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેમની સાથે પત્ની મલાનિયા અને પુત્રી ઈવાન્કા તથા જમાઈ પણ આવી રહ્યા છે. ટ્રમ્પ ભારત પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતના અમદાવાદથી કરશે. અમદાવાદમાં આગમન બાદ તેઓ 22 કિમીનો રોડ શો કરી મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધશે.
સરકાર ટ્રમ્પના કાર્યક્રમને યાદગાર બનાવવા કોઇ કસર છોડવા નથી માંગતી. દિલ્હીમાં ટ્રમ્પ મૌર્યા હોટલમાં રોકાશે. મૌર્યા હોટલના પ્રેસિડેન્શિયલ ફ્લોર પર ચાણક્ય સુઇટ બુક કરવામાં આવ્યો છે. અહેવાલો મુજબ, ચાણક્ય સુઇટમાં એક રાત રોકવાનું ભાડું 8 લાખ રૂપિયા છે. આ સુઇટને 4600 સ્કવેર ફીટ એરિયામાં બનાવવામાં આવ્યો છે.
શું કહ્યું કોંગ્રેસના નેતાએ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીએ મોદી સરકાર પર પ્રહાર કરતાં ટ્રમ્પની સરખામણી બોલિવૂડની જાણીતી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાના વિલન મોગેમ્બો સાથે કરી હતી. તેમણે કહ્યું, દેશની સરકાર મોગેમ્બોને ખુશ કરવા બધુ કરી રહી છે. સરકારી ખજાનાથી કરોડો રૂપિયા ખર્ચ કરવાની શું જરૂર છે. ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા ઝૂંપડપટ્ટી છૂપાવવાની જરૂર પડી રહી છે. ગુજરાતનો વિકાસ પીએમ નરેન્દ્ર મોદીએ કર્યો છે, આ રાજ્ય બીજા રાજ્યો માટે મોડલ છે પરંતુ અહીંયા ગરીબોનું શોષણ થઈ રહ્યું છે. એવું લાગે છે મોગેમ્બોને ખુશ કરવા માટે બધુ થઈ રહ્યું છે. અમે મોદી સરકાર સામે પ્રદર્શન કરીશું.
રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા કાર્યક્રમનો પણ કર્યો ઈનકાર
1987માં રિલીઝ થયેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયામાં વિલન મોગેમ્બોનો રોલ દિવંગત અભિનેતા અમરીશ પુરીએ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ડોનાલ્ડ ટ્રમ્પના ભવ્ય સ્વાગતને લઈ 25 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા કાર્યક્રમનો પણ અસ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને નિમંત્રણ નથી મોકલવામાં આવ્યું, તેથી તેઓ કાર્યક્રમમાં હિસ્સો નહીં લે.
સોનાની આ શાહી થાળીમાં જમશે ટ્રમ્પ અને મેલાનિયા, જાણો વિગત
Jioના આ બે નવા પ્લાનમાં 70 રૂપિયાથી પણ ઓછામાં 7GB સુધી મળશે ડેટા અને કોલિંગ બેનિફિટ, જાણો
INDvNZ 1st Test: ત્રીજા દિવસના અંતે ભારત 144/4, ન્યૂઝીલેન્ડથી 39 રન પાછળ
INDvNZ: બુમરાહે વિકેટ લેવા કેટલી ઓવર સુધી જોવી પડી રાહ ? જાણીને ચોંકી જશો
કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ડોનાલ્ડ ટ્રમ્પની સરખામણી બોલિવૂડના વિલન ‘મોગેમ્બો’ સાથે કરી પછી શું કહ્યું, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Feb 2020 01:05 PM (IST)
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ડોનાલ્ડ ટ્રમ્પના ભવ્ય સ્વાગતને લઈ 25 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા કાર્યક્રમનો પણ અસ્વીકાર કર્યો છે.
(1987માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’માં વિલન મોગેમ્બોનો રોલ દિવંગત અભિનેતા અમરીશ પુરીએ કર્યો હતો.)
- - - - - - - - - Advertisement - - - - - - - - -