શોધખોળ કરો

આ કોંગ્રેસી મુખ્યમંત્રીના પિતાએ બ્રાહ્મણો વિરૂદ્ધ શું કહ્યું કે 15 દિવસ માટે જેલભેગા કરાયા ? હિંદુ ધર્મ છોડી બન્યા છે બૌધ્ધ........

હવે એનું નહીં ચાલે કે, વોટ અમારા ને રાજ બ્રાહ્મણોનું. બ્રાહ્મણો પરદેશી છે તેથી તેમને ગંગાથી વોલ્ગા મોકલી દઈશું. જે રીતે અંગ્રેજો આવ્યા ને જતા રહ્યા એ રીતે બ્રાહ્મણો પણ સુધરી જાય.

રાયપુરઃ છત્તીસગઢના કોંગ્રેસી મુખ્યમંત્રી ભુપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલની બ્રાહ્મણ સમાજ અંગે વાંધાજનક નિવેદન આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. નંદકુમાર બઘેલને કોર્ટે 15 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે પણ પોતાના પિતાના નિવેદનને વખોડયું હતું અને કહ્યું હતું કે,  આ પ્રકારના નિવેદનો ન કરવા જોઇએ અને કાયદા પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. 

નંદકુમાર બઘેલે ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમ પછી બ્રાહ્મણોને ‘વિદેશી’ ગણાવીને કહેલું કે, હવે એનું નહીં ચાલે કે, વોટ અમારા ને રાજ બ્રાહ્મણોનું. બ્રાહ્મણો પરદેશી છે તેથી તેમને ગંગાથી વોલ્ગા મોકલી દઈશું. જે રીતે અંગ્રેજો આવ્યા ને જતા રહ્યા એ રીતે બ્રાહ્મણો પણ સુધરી જાય કે પછી ગંગાથી વોલ્ગા જવા તૈયાર રહે. વોલ્ગા રશિયાથી યુરોપમાં વહેતી નદી છે અને યુરોપની સૌથી લાંબી નદી છે.

ભૂપેશ બઘેલ ઓબીસી સમુદાયમાંથી આવે છે પણ તેમના પિતાની ઈમેજ હિંદુઓની જ્ઞાતિ પ્રથા સામે લડનારા નેતા તરીકેની છે. નંદકુમાર બઘેલે હિંજુ ધર્મ છોડીને બૌધ્ધ ધર્મ અંગિકાર કર્યો છે.

ભુપેશ બઘેલના 86 વર્ષીય પિતા નંદકુમાર બઘેલની રાયપુર પોલીસ દ્વારા દિલ્હીમાંથી ધરપકડ કરીને રાયપુર લાવવામાં આવ્યા હતા. તેમની સામે રાયપુરના ડીડી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ સર્વ બ્રાહ્મિણ સમાજ નામના સંગઠન દ્વારા કરવામાં આવી હતી. 

આ ફરિયાદમાં દાવો કરાયો છે કે,  નંદ કુમાર બઘેલે બ્રાહ્મણોને વિદેશી ગણાવ્યા હતા અને તેમને પોતાનાં ગામોમાં પ્રવેશવા નહીં દેવા એવું  નાગરિકોને કહ્યું હતું. સંગઠનનો આરોપ છે કે, નંદકુમાર બઘેલે કહ્યું હતું કે બ્રાહ્મણો વિદેશી હોવાથી તેમને આ દેશમાંથી કાઢી મુકવા જોઇએ.  તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો હોવાનું પણ સંગઠને પોલીસ ફરિયાદમાં કહ્યું છે. સમગ્ર વિવાદ અંગે ભુપેશ બઘેલે કહ્યું હતું કે મારા પિતા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેનું હું સમર્થન નથી કરતો.

ટોપ સ્ટોરી

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો
મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો
હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!
હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget