નેપાળના પૂરમાં કુલ 500 લોકો લાપતા છે, જેમાંથી 105 ભારતીય નાગરિકો અને 37 નોન-રેસિડેન્ટ ઇન્ડિયન્સ (NRI)નો સમાવેશ થાય છે.
નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા
નેપાળમાં આવેલા વિનાશક જળપ્રલયમાં 95 લોકોના મોત અને 500 ગુમ; પીએમ મોદીએ આપી તમામ મદદની ખાતરી, દૂતાવાસે જારી કર્યા ઇમરજન્સી નંબર.

- નેપાળમાં ભયાવહ પૂરથી 95 મૃત્યુ, 500 લોકો લાપતા છે.
- ગુમ થયેલાઓમાં 105 ભારતીય નાગરિકો; દૂતાવાસ મદદમાં જોડાયું.
- ભારતે 10 ટન રાહત સામગ્રી મોકલી, PM મોદીએ સહાય ખાતરી આપી.
- ભૂસ્ખલનથી પૂર આવતા બિહારમાં સરહદી જિલ્લાઓ એલર્ટ પર.
Nepal Flood Missing Indians: પાડોશી દેશ નેપાળમાં બુધવારે (26 ઓગસ્ટ, 2026) અચાનક આવેલા પૂરે ભારે વિનાશ વેર્યો છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 95 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે હજુ પણ લગભગ 500 લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ ગુમ થયેલા લોકોમાં 105 ભારતીય નાગરિકો અને 37 નોન-રેસિડેન્ટ ઇન્ડિયન્સ (NRI) પણ સામેલ છે.
ભારતીય વિદેશ મંત્રાલય આ ગંભીર મામલે સતત નજર રાખી રહ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ નેપાળ સરકાર સાથે સીધા સંપર્કમાં છે અને ખભેખભો મિલાવીને ભારતીય નાગરિકોના બચાવ અને રાહત કાર્યમાં જોડાયું છે. આ મુશ્કેલ સમયમાં ફસાયેલા ભારતીયો અને તેમના પરિજનોની મદદ માટે દૂતાવાસે દિવસની શરૂઆતમાં જ ઇમરજન્સી ફોન નંબરો પણ જાહેર કરી દીધા હતા.
ભારતે મોકલી તાત્કાલિક મદદ, પીએમ મોદીએ કરી વાતચીત
વિદેશ મંત્રી એસ. જયશંકરે માહિતી આપતા જણાવ્યું કે, ભારતે નેપાળની મદદે તાત્કાલિક 10 ટન માનવતાવાદી અને આપત્તિ રાહત સામગ્રી (HADR) તેમજ જીવનરક્ષક દવાઓનો જથ્થો રવાના કર્યો છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, "આવા પડકારજનક અને કપરા સમયમાં ભારત હંમેશા નેપાળ અને ત્યાંના લોકોની પડખે ઊભું છે."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નેપાળના પીએમ બાલેન શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને ભારત તરફથી શક્ય તેટલી તમામ માનવતાવાદી સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે ભારતના લોકો નેપાળના ભાઈ-બહેનો સાથે એકતાથી ઊભા છે અને બંને દેશોની ટીમો બચાવ કામગીરીમાં સાથે મળીને કામ કરી રહી છે.
નેપાળમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો વિશે માહિતી પૂરી પાડવા માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો પણ બહાર પાડ્યા છે. બે હેલ્પલાઇન નંબરો +9779851316807 અને +9779709107500 છે. નેપાળ ટુરિઝમ બોર્ડે મદદ માટે ટોલ-ફ્રી ઇમરજન્સી નંબર 1234, હોટલાઇન નંબર 1144 અને ટુરિસ્ટ પોલીસ નંબર પણ બહાર પાડ્યા છે.
અગાઉ, નેપાળમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો વિશે માહિતી પૂરી પાડવા માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો પણ બહાર પાડ્યા છે. બે હેલ્પલાઇન નંબરો +9779851316807 અને +9779709107500 છે.
ભારતમાં પણ એલર્ટ: બિહારમાં તૈયારીઓ તેજ
નેપાળની આ ભયાનક તબાહીની સીધી અસર ભારતના સરહદી રાજ્યો પર પણ પડી શકે છે. આ સંકટને ધ્યાનમાં રાખીને બિહારમાં તૈયારીઓ સઘન કરી દેવામાં આવી છે. બિહારના નેતા સમ્રાટ ચૌધરીએ જણાવ્યું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.
તકેદારીના ભાગરૂપે પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર અને વૈશાલી સહિતના અનેક જિલ્લાઓને હાઈ એલર્ટ પર રહેવા અને રાહત-બચાવની તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના અપાઈ છે. ગોપાલગંજ, બેતિયા અને મુઝફ્ફરપુરમાં NDRF ની 1-1 ટીમને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે, જ્યારે SDRF ની ટીમોને પણ તૈનાત કરાઈ રહી છે.
આ પણ વાંચોઃ નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
આખરે કેવી રીતે આવ્યું આ ભયાનક પૂર?
સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણ પરથી સામે આવ્યું છે કે, નેપાળ-તિબેટ બોર્ડર પાસે પહાડી ખડકો અસ્થિર થઈને ધસી પડવાના કારણે આ ભયાનક પૂર આવ્યું હતું. આ ઘટના તિબેટ-રાસુવાગઢી સરહદથી આશરે 20 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં બની હતી. નેપાળના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અહેવાલ મુજબ, નેપાળ-તિબેટ સરહદ પર આવેલી 'લેન્ડ' નદીમાં ભૂસ્ખલન થવાથી પાણીનું સ્તર અચાનક વધ્યું હતું. આ પૂરનું પાણી અને કાટમાળ ભોટેકોશી નદી મારફતે ટિમુરમાં થઈને સીધું ત્રિશૂલી નદીમાં ફરી વળ્યું, જેણે આટલો મોટો વિનાશ સર્જ્યો.
Before You Go
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Frequently Asked Questions
નેપાળના પૂરમાં કેટલા ભારતીય નાગરિકો ગુમ થયા છે?
ભારતે નેપાળને પૂરમાં શું મદદ મોકલી છે?
ભારતે નેપાળને 10 ટન માનવતાવાદી અને આપત્તિ રાહત સામગ્રી (HADR) તેમજ જીવનરક્ષક દવાઓનો જથ્થો મોકલ્યો છે. PM મોદીએ નેપાળના PM સાથે વાત કરીને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.
નેપાળમાં આ ભયાનક પૂર કયા કારણે આવ્યું?
સેટેલાઇટ તસવીરો મુજબ, નેપાળ-તિબેટ બોર્ડર પાસે પહાડી ખડકો ધસી પડતા પૂર આવ્યું હતું. 'લેન્ડ' નદીમાં ભૂસ્ખલનથી પાણી ભોટેકોશી અને ત્રિશૂલી નદીમાં ફરી વળ્યું.
ભારતીય દૂતાવાસે ગુમ થયેલા ભારતીયો માટે શું પગલાં લીધા છે?
કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ નેપાળ સરકાર સાથે સંપર્કમાં છે અને રાહત કાર્યમાં જોડાયું છે. દૂતાવાસે ફસાયેલા ભારતીયોની મદદ માટે ઇમરજન્સી ફોન નંબરો પણ જાહેર કર્યા છે.
નેપાળના પૂરની બિહાર પર શું અસર થઈ શકે છે?
નેપાળના પૂરની સીધી અસર બિહારના સરહદી રાજ્યો પર પડી શકે છે. બિહારમાં ઉચ્ચ સ્તરીય સમિતિ રચાઈ છે અને પશ્ચિમ ચંપારણ સહિત અનેક જિલ્લાઓ હાઈ એલર્ટ પર છે.






















