શોધખોળ કરો

હવે રાજકીય પક્ષોએ વિદેશમાંથી મળતા ફંડની જાણકારી આપવી પડશે, સરકારે બનાવ્યા નિયમ

રાજકીય પક્ષોએ હવે વિદેશમાથી મળતા ફંડની જાણકારી આપવી પડશે. આ પહેલા મળેલા ફંડની જાણકારી આપવાની જરૂર નથી. ગત સપ્તાહમાં રજૂ થયેલા બજેટમાંથી આની સાથે જોડાયેલ જોગવાઈ પાસ કરવામાં આવી છે.

નવી દિલ્હી: રાજકીય પક્ષોએ હવે વિદેશમાથી મળતા ફંડની જાણકારી આપવી પડશે. આ પહેલા મળેલા ફંડની જાણકારી આપવાની જરૂર નથી. ગત સપ્તાહમાં રજૂ થયેલા બજેટમાંથી આની સાથે જોડાયેલ જોગવાઈ પાસ કરવામાં આવી છે. રાજકીય પક્ષો પર નજર રાખનારી સંસ્થા એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રાઈટ્સ ADR દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવેલી રિપોર્ટ્સમાં આ જાણકારી સામે આવી હતી કે પાર્ટીઓને વિદેશમાંથી મળતા ફંડમાં ઘણી ગરબડ હતી. ફંડ આપનારી કંપનીઓના રેકોર્ડ અને દસ્તાવેજ અધુરા હતા. એક વાત એ પણ સામે આવી છે કે ફંડનો મોટાભાગનો હિસ્સો ભાજપને મળ્યો છે. આ રિપોર્ટ વર્ષ 2016-17 અને 2017-18 માં મળેલા ફંડ પર આધારિત હતી. રાજકીય પક્ષોને વિદેશમાંથી મળતા ફંડને લઈને સવાલો ઉઠતા રહ્યા છે. એ જ કારણે સરકારે તેને લઈને પગલા ઉઠાવ્યા છે. હવે નવા નિયમના કારણે પાર્ટીઓએ વિદેશમાંથી મળતા ફંડની જાણકારી આપવી પડશે. આ પહેલા મળેલા વિદેશી ફંડની જાણકારી ક્યારેય સામે નહી આવી શકે. આ નવી જોગવાઈનું સરકાર અને વિપક્ષી દળના નેતાઓ સ્વાગત કર્યું હતું. કૉંગ્રેસના સાંસદ વિવેક તન્ખાએ કહ્યું હું તેના પક્ષમાં છું, પારદર્શિતા હોવી જોઈએ. ભાજપના સાંસદ રાકેશ સિન્હાએ કહ્યું ચૂંટણી સુધારની દિશામાં યોગ્ય પગલું છે. તેનાથી કોઈપણ પાર્ટીને નુકશાન કે લાભ નહી થાય. ADRની રિપોર્ટ મુજબ, વર્ષ 2016-17 અને 17-18 વચ્ચે કંપનીઓ પાસેથી મળેલા ફંડ મુજબ ભાજપને 1731 કંપનીઓ પાસેથી આશરે 915 કરોડ મળ્યા. જ્યારે કૉંગ્રેસને 151 કંપનીઓ પાસેથી માત્ર 55 કરોડ મળ્યા. એનસીપીને 23 કંપનીઓ પાસેથી 7 કરોડ ફંડ મળ્યું. ADRની રિપોર્ટ મુજબ વર્ષ 2016થી 2018 વચ્ચે ભાજપ, કૉંગ્રેસ, સીપીએમ સહિત તમામ છ રાષ્ટ્રીય પાર્ટીઓને 1059 કરોડ ફંડ મળ્યું જે એક વખતમાં 20,000 રૂપિયા કરતા વધારે હતું. જેનો 93 ટકા હિસ્સો એટલે આશરે 958 કરોડ કંપનીઓ પાસેથી મળ્યો હતો. રાષ્ટ્રીય પાર્ટીઓને મળેલા ફંડમાં આશરે 22 કરોડ રૂપિયા એવી કંપની પાસેથી મળ્યા જેના વિશે સ્પષ્ટ નહોતું કે તે શું કામ કરી રહી છે. જ્યારે આશરે 120 કરોડ આપનારી 916 કંપનીઓના એડ્રેસનો કોઈ ઉલ્લેખ નહોતો. 76 કંપનીઓ એવી હતી કે જેના PAN ખાતાની જાણકારી નહોતી અને જેણે પાર્ટીઓને 2 કરોડ કરતા વધારે ફંડ આપ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ
8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget