Fire: દિવાના કારણે સળગી ગઇ આખી બસ, અંદર સુતેલા ડ્રાઇવર અને ખલાસીનું મોત, જાણો
કહેવામાં આવી રહ્યું છે કે, દિવાળીની રાત્રે પૂજા કરવા અને દિવા પ્રગટાવ્યા બાદ બન્ને બસની અંદર જ સુઇ ગયા હતા,
રાંચીઃ દિવાળી પ્રકાશનો તહેવાર છે, ત્યારે તહેવારમાં ફટાકડા ફોડી અને દિવા પ્રગટાવીને ખુશી વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર આ તહેવારમાં મોટી આગળની ઘટનાઓ સામે આવે છે, આવી જ ઘટના રાંચીમાં સામે આવી છે. અહીં એક પ્રગટાવેલા દિવાથી બસમાં આગ લાગી જવાની ઘટના ઘટી છે. રાંચીના ખાદગઢા બસ સ્ટેન્ડમાં દિવાળીની રાત્રે એક બસમાં આગ લાગી અને તેના કારણે ડ્રાઇવર સહિત ખલાસી ઊંઘમાં જ મોતને ભેટ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે, દિવાળીની રાત્રે પૂજા કરવા અને દિવા પ્રગટાવ્યા બાદ બન્ને બસની અંદર જ સુઇ ગયા હતા, આ દરમિયાન અચાનક આગ લાગી ગઇ અને તેમનુ મોત થઇ ગયુ હતુ, આ ઘટના રાત્રે 1 વાગ્યાની આસપાસ ઘટી હતી, જોકે બાદમાં ફાયર બ્રિગેડ આવી ગઇ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો, પરંતુ બે લોકોને બચાવનામાં નિષ્ફળતા મળી હતી.
દિવાળીની રાત્રે બસ ડ્રાઇવર અને ખલાસીએ પૂજા બાદ અંદર જ દિવાને પ્રગટાવી રાખ્યો હતો. આ દરમિયાન દિવાની આગ આખી બસમાં પ્રજ્વલ્લિત થઇ ગઇ અને બન્નેનુ ઉંઘમાં જ મોત થઇ ગયુ હતુ. મૂનલાઇટ નામની આ યાત્રી બસ ખાદગઢા બસ સ્ટેન્ડ પર ઉભો હતો. બન્ને મૃતકોની ઓળખ મદન મહતો અને ઇબ્રાહિમ તરીકે થઇ છે. જોકે, હજુ પોલીસની આ અંગે તપાસ ચાલી રહી છે કે આગ બસમાં ખરેખરમાં કઇ રીતે લાગી હતી.
Fire: દિવાળીના દિવસે જ અમદાવાદમાં આગ, 3 ગૉડાઉન અને 11 મકાનોમાં આગ, 5 સિલીન્ડર થયા બ્લાસ્ટ
અમદાવાદ: ગુજરાતમાં અત્યારે દિવાળીનો માહોલ જામ્યો છે, ઠેર ઠેર લોકો રોશનીના તહેવારને ધામધૂમથી ઉજવી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં આ ખુશીના તહેવારમાં ફટાકડા ફોડવા કેટલીક જગ્યાએ ભારે પડી રહ્યાં છે, ઠેર ઠેર આગના બનાવો સામે આવી રહ્યાં છે. ગુજરાતના અનેક શહેરોમાં દિવાળીની રાતે આગનો બનાવ બન્યો હતો. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, પંચમહાલમાં આગના બનાવ બન્યા હતા. જોકે, સદનસીબે આ બનાવોમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જાણી લઈએ કે ક્યાં ક્યાં આગ લાગી હતી.
દિવાળીના દિવસે અમદાવાદમાં આગ લાગવાની ઘટનાઓ ઘટી છે. વહેલી સવારે અમદાવાદના ખાડીયા -સારંગપુર વિસ્તારમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. ખાડીયાના રૉઝી સિનેમાની ગલીમાં ત્રણ ગોડાઉન અને તેની ઉપર આવેલ 11 મકાનોમાં આગ લાગી ગઇ હતી, એટલુ જ નહીં આ આગ એટલી ભયાનક હતી કે તેમાં 5 સિલિન્ડર બ્લાસ્ટ પણ થયા હતા. જોકે બાદમાં ફાયર બ્રિગેડની ટીમે મોટી મથામણ બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો, જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.