શોધખોળ કરો

નિર્ભયા કેસઃ દોષીત પવન ગુપ્તાનો સગીર હોવાનો દાવો સુપ્રીમ કોર્ટે ફગાવ્યો

કોર્ટના આ આદેશની સાથે જ હવે નિર્ભયાના દોષિતોને ફાંસી આપવાનો રસ્તો સાફ થઇ ગયો છે.

નવી દિલ્હીઃ નિર્ભયા કેસમાં દોષિત પવન ગુપ્તાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ઘટના સમયે સગીર હોવાની પવનની અરજીને ફગાવતા કહ્યું કે, અરજી અને દલીલોમાં કાંઇ નવું નથી. સુપ્રીમ કોર્ટે માન્યું કે ઘટના સમયે પવન સગીર નહોતો. કોર્ટે દોષિતના વકીલને કહ્યું કે, જો તમે આ રીતે અરજીઓ દાખલ કરતા રહેશો તો આ અંતહીન પ્રક્રિયા થઇ જશે.  કોર્ટના આ આદેશની સાથે જ હવે નિર્ભયાના દોષિતોને ફાંસી આપવાનો રસ્તો સાફ થઇ ગયો છે. તમામ દોષિતોને એક ફેબ્રુઆરી સવારે છ વાગ્યે ફાંસી આપવામાં આવશે. જસ્ટિસ ભાનુમતિના નેતૃત્વમાં ત્રણ જજોની બેન્ચે પવનની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. પવને સુપ્રીમ કોર્ટમાં આપેલી અરજીમાં કહ્યું હતું કે તે દિલ્હી હાઇકોર્ટમાં પણ આ વાત જણાવી ચૂક્યો છે પરંતુ હાઇકોર્ટે આ તથ્યને નજરઅંદાજ કર્યા હતા. દિલ્હી હાઇકોર્ટે સુનાવણીમાં આ દલીલને ફગાવતા પવનના વકીલ પર 25 હજાર રૂપિયાન દંડ પણ ફટકાર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પવન ગુપ્તાના વકીલ એપી સિંહે દલીલ આપી હતી કે ડિસેમ્બર 2012માં જ્યારે આ ઘટના  બની ત્યારે પવન ગુપ્તા સગીર હતો અને તેની દલીલને હાઇકોર્ટે ખોટી રીતે ફગાવી છે. આ મામલામાં સંબંધિત ઓથોરિટીને કહેવામાં આવે કે પવનને ફાંસી આપવામાં ના આવે. પવનના વકીલે કહ્યું કે, પવનની જન્મતારીખ 8 ઓક્ટોબર 1996 છે અને આ રીતે ડિસેમ્બર 2012માં જ્યારે ઘટના બની ત્યારે તે સગીર હતો. આ માટે સ્કૂલનું સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે આ દસ્તાવેજ નવા ફેક્ટ છે. જસ્ટિસ ભાનુમતિએ સવાલ કર્યો હતો કે આ દસ્તાવેજ 2017ના છે અને કોર્ટ ત્યાર સુધીમાં સજા આપી ચૂકી  હતી. એપી સિંહે કહ્યું કે, દિલ્હી પોલીસે જાણીજોઇને આ દસ્તાવેજને રેકોર્ડ પર રાખ્યા નહોતા અને આ કાવતરું છે. કોર્ટે ત્યારે સવાલ કર્યો હતો પરંતુ રિવ્યૂ પિટિશન પર સુનાવણી  દરમિયાન તમે આ સવાલ ઉઠાવ્યો હતો અને ફરીવાર સવાલ ઉઠાવી રહ્યા છો. ત્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે રિવ્યૂ પિટિશનની સુનાવણી દરમિયાન આ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો પરંતુ રિવ્યૂ પિટિશન 9 જૂલાઇ 2018ના રોજ ફગાવી દેવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Embed widget