શોધખોળ કરો

Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી

Nishant Kumar Joins JDU: નિશાંત કુમારે કહ્યું કે તેઓ છેલ્લા 20 વર્ષમાં તેમના પિતાની સિદ્ધિઓને લોકો સુધી લઈ જશે. તેઓ પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ રહેશે.

Nishant Kumar Joins JDU: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમાર રવિવારે (08 માર્ચ, 2026) જેડીયુમાં સામેલ થઈ ગયા છે. આ પ્રસંગે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહા, કેન્દ્રીય મંત્રી લલન સિંહ, સંજય ઝા, બિજેન્દ્ર યાદવ, વિજય ચૌધરી જેવા મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સભ્યપદ ગ્રહણ કરતી વખતે નિશાંત કુમારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

નિશાંત કુમારે કહ્યું, "અહીં હાજર રહેલા આપ સૌ લોકોનું અભિવાદન કરું છું અને આભાર વ્યક્ત કરું છું. હું જેડીયુ કાર્યાલય આવ્યો છું અને અહીં જેડીયુનું સભ્યપદ ગ્રહણ કરવા આવ્યો છું. હું એક સક્રિય સભ્ય તરીકે પાર્ટીનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરીશ. મારા પિતાએ રાજ્યસભામાં જવાનો નિર્ણય લીધો છે, જે તેમનો અંગત નિર્ણય છે. હું તેનો સ્વીકાર કરું છું અને આદર કરું છું."

'પપ્પાએ 20 વર્ષમાં જે કર્યું તેને...'

નિશાંતે કહ્યું, "પાર્ટીએ અને જનતાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તેના પર હું ખરો ઉતરવાનો પ્રયત્ન કરીશ. પાર્ટીના કાર્યકર તરીકે હું પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાની કોશિશ કરીશ. પપ્પાએ 20 વર્ષમાં જે કર્યું છે, તેને જન-જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. મારા પિતાજીએ 20 વર્ષમાં જે કર્યું છે તે દરેકને યાદ રહેશે. પિતાએ 20 વર્ષમાં જે કાર્યો કર્યા છે તેના પર સમગ્ર દેશવાસીઓને ગર્વ છે."

આ પ્રસંગે મુખ્યમંત્રી નીતીશ કુમાર હાજર નહોતા. નીતીશ કુમારના ક્યારેક નજીકના ગણાતા આરસીપી સિંહે 'X' પર પોસ્ટ કરીને લખ્યું છે કે, "પ્રિય નિશાંત, તમને સક્રિય રાજકારણમાં આવવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ."

આ સભ્યપદ ગ્રહણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરો 'નિશાંત કુમાર ઝિંદાબાદ' ના નારા લગાવતા જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા નિશાંત કુમારે જેડીયુના કાર્યકારી અધ્યક્ષના ઘરે ગત શનિવારે (07 માર્ચ, 2026) પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને યુવા ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. બેઠકમાં પાર્ટીની આગામી રણનીતિ અને પાર્ટીને કેવી રીતે સારી રીતે આગળ વધારવી, તે બાબતે ચર્ચા થઈ હતી.              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
Embed widget