શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હરિયાણા ભાજપના ચીફને મળ્યા રેસલર યોગેશ્વર દત્ત, ભાજપમાં સામેલ થવાની અટકળો
હરિયાણામાં રહેનારા રેસલરે અહી હરિયાણા ભાજપના અધ્યક્ષ સુભાષ બરાલા સાથે મુલાકાત કરી હતી
નવી દિલ્હીઃ ઓલિમ્પિક મેડાલિસ્ટ રેસલર યોગેશ્વર દત્ત ભાજપમાં સામેલ થઇ શકે છે અને આગામી મહિને યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તેમને ઉમેદવાર બનાવી શકે છે. પાર્ટી સૂત્રોએ કહ્યું કે, 2012માં ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારા યોગેશ્વર દત્ત તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના લોકસભા ટિકિટના દાવેદાર હતા. પાર્ટીની રાજ્ય એકમે તેમના નામની ઇચ્છા જાહેર કરી હતી. હરિયાણામાં રહેનારા રેસલરે અહી હરિયાણા ભાજપના અધ્યક્ષ સુભાષ બરાલા સાથે મુલાકાત કરી હતી અને તેમને જાણકારી આપી હતી કે તેમણે હરિયાણા પોલીસમાંથી રાજીનામું આપી દીધું છે.
દત્તે 2014માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેમણે 2013માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સૂત્રોના મતે સોનીપત લોકસભા ક્ષેત્રની કોઇ વિધાસનભા બેઠક પરથી તેમને ટિકિટ આપવામાં આવી શકે છે. આ તેમનો ગૃહ જિલ્લો છે. હરિયાણામાં વિધાનસભા ચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે.Wrestler Yogeshwar Dutt met Haryana Bharatiya Janata Party (BJP) Chief Subhash Barala in Delhi today. pic.twitter.com/namFkYT1ks
— ANI (@ANI) September 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion