શોધખોળ કરો
Advertisement
કેટલાક લોકો મારી રાજકીય રીતે હત્યા કરવાનું કાવતરુ રચી રહ્યા છેઃ નીતિશ કુમાર
નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યુ હતું કે, બીજેપી સાથે નજીક હોવાનું ગણાવી કેટલાક લોકો મારી રાજનીતિક હત્યાનું કાવતરુ કરી રહ્યા છે. પટણામાં જનતા દળ (યુનાઇટેડ)ના સભ્યોની એક બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ નીતિશે કહ્યુ હતું કે, કેટલાક લોકો તેમની રાજકીય હત્યા કરવાનું કાવતરુ રચી રહ્યા છે. આ માટે અનેક પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.
પાર્ટીના એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, બેઠકમાં નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું કે, કેટલાક મીડિયાવાળા નિરાધાર અહેવાલો પ્રસિદ્ધ કરી રહ્યા છે. કેટલાક દિવસો અગાઉ બીજેપી અધ્યક્ષ અમિત શાહને તેઓ મળ્યા હોય તેવા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને હવે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી હોય તેવી વાતો વહેતી કરવામાં આવી છે.
નીતિશે બેઠકમાં કહ્યું કે, તે ફક્ત નોટબંધીના નિર્ણયનું સમર્થન કરી રહ્યા છે. નીતિશે કહ્યું કે, બિહારમાં મહાગઠબંધનની સરકાર ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement