શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન લાપતા થયેલા પાયલટને સોંપવા તૈયાર થયુ, ભારતે આપ્યો આવો જવાબ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા તનાવની વચ્ચે પાકિસ્તાને નવો પેંતરો રચ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરેશીએ એક ટીવી ચેનલને કહ્યું કે તેઓ ભારતને તેનો વાયુસેનાનો પાયલટ આપવા તૈયાર છે.
કુરેશીએ ટીવી ચેનલને કહ્યું કે, જો પાયલટ (વિંગ કમાન્ડર)ની વાપસીથી ડિ-એસ્કેલેશન થાય છે તો પાકિસ્તાન પાયલટને પણ પાછો આપવા તૈયાર છે. કુરેશીએ વધુ એક પેંતરો રચતા કહ્યું કે ઇમરાન ખાન ભારતના પીએમ (નરેન્દ્ર મોદી)ને ફોન કરવા પણ તૈયાર છે. ભારતે આનો મજબૂત જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે પાયલટને જલ્દી છોડી દેવો જોઇએ, સોદાબાજીનો કોઇ સવાલજ નથી ઉભો થતો.
સુત્રો અનુસાર, પાકિસ્તાન કંધાર મામલા જેવું દબાણ ઉભુ કરવાની કોશિશ કરી રહ્યું છે, પણ ભારત કોઇપણ રીતે સોદાબાજી માટે તૈયાર નથી. સુત્રો અનુસાર, ભારતે કોઇ નાગરિક કે સૈન્ય કેમ્પો પર હુમલો ન હતો કર્યો. જ્યારે પાકિસ્તાન ભારતીય સૈન્ય કેમ્પોને નિશાન બનાવીને તનાવ વધારવાનું કામ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement