શોધખોળ કરો
Advertisement
ભારત વિરૂદ્ધ પાકિસ્તાન રચી રહ્યું છે ખતરનાત ષડયંત્ર, LoC પર મોકલ્યા......
પાકિસ્તાને ગુજરાતનાં સરક્રીર વિસ્તારની સામે પણ એસએસજી કમાન્ડો તૈનાત કર્યા છે.
નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે કાશ્મીર મુદ્દે અલગ થલગ પડ્યા બાદ પાકિસ્તાન હવે એલઓસી પર ભારતીય જવાનો પર હુમલો કરવાનું મોટું ષડયંત્ર રચી રહ્યું છે. તે અંતર્ગત પાકિસ્તાન સેનાએ એલઓસી પર જૈશ આતંકીઓની સાથે 100 સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (એસએસજી) કમાન્ડો તૈનાત કર્યા છે. આ ટીમ કુખ્યાત બેટની જેમ જ ક્રૂર રીતે હુમલો કરવા માટે માહેર છે. ભારતીય સેના પણ પાકિસ્તાનના કોઈપણ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે.
પાકિસ્તાન દ્વારા એલઓસી પર ચહલ પહલ વધારવામાં આવ્યા બાદ ભારતીય સેનાની ચોકીઓ એલર્ટ પર છે. સૂત્રોએ કહ્યું કે ભારતીય સેનાએ હાલમાં જ કેરન અને માછિલ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા બેટની કાર્યવાહીને અસફળ કરી દીધી. પાકિસ્તાને એલઓસી પર પણ પોતાની હાજરી વધારી છે.
પાકિસ્તાને ગુજરાતનાં સરક્રીર વિસ્તારની સામે પણ એસએસજી કમાન્ડો તૈનાત કર્યા છે. પાકિસ્તાને ઇકબાલ બાજવા પોસ્ટ પર કમાન્ડો તૈનાત કર્યા છે. કહેવાય છે કે, પાકિસ્તાન પોતાના કમાન્ડોનો ઉપયોગ ત્યાં હાજર ભારતીય સુરક્ષાબળોની સામે ઑપરેશન કરવા માટે કરી શકે છે.
એસએસજી કમાન્ડો ભારતીય સેના વિરુદ્ધ બૉર્ડર એક્શન ટીમની મદદ કરશે. પાકિસ્તાન લાંબા સમયથી જમ્મુ કાશ્મીર અને એલઓસી વિસ્તારમાં ભારતીય સેનાની સામે કાર્યવાહી કરતુ રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરક્રીક વિવાદ લાંબા સમયથી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement