શોધખોળ કરો
Advertisement
અમિત શાહના કૉંગ્રેસ પર પ્રહાર, કહ્યું- '370 મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર પાકિસ્તાન સંસદમાં થાય છે વખાણ'
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યુ, 370 પર રાહુલ ગાંધીના નિવદેનના પાકિસ્તાનના સંસદમાં વખાણ થઇ રહ્યા છે,
સેલવાસ: ગૃહમંત્રી અમિત શાહે આજે સેલવાસની મુલાકાતે આવ્યા હતા. અહીં ગૃહમંત્રી અમિત શાહે કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યુ, 370 પર રાહુલ ગાંધીના નિવદેનના પાકિસ્તાનના સંસદમાં વખાણ થઇ રહ્યા છે, તેમના આ નિવેદનથી પાકિસ્તાન UN માં પોતાની અરજીમાં સામેલ કરી શકે છે. આ માટે કોંગ્રેસીઓને શરમ આવી જોઇએ.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, 'કોંગ્રેસે કલમ 370 હટાવવામાં આવી તે વાતનો વિરોધ કર્યો, આજે પણ રાહુલ ગાંધી જે નિવેદન આપે છે, તેના વખાણ પાકિસ્તાનમાં થાય છે. આ નિવેદનને પાકિસ્તાન પોતાની અરજીમાં સામેલ કરી શકે છે, કોંગ્રેસીઓને શરમ આવી જોઇએ કે તેમના નિવેદનનો ઉપયોગ ભારત વિરુદ્ઘ થઇ રહ્યો છે.''
અમિત શાહે કહ્યું, જેએનયૂમાં દેશ વિરોધી નારા લગાવવાનો મુદ્દો હોય, કે પછી સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક જેવા મામલામાં કોંગ્રેસ સરકાર વિરુદ્ઘ રહી છે. હું કોંગ્રેસને પૂછવા માંગીશ કે તમે કઇ રીતે રાજનીતિ કરવા માંગો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion