શોધખોળ કરો
Advertisement
20 ભારતીય માછીમારો આજે પાકિસ્તાનની કેદમાંથી છૂટશે, જાણો કઈ જગ્યાએ આવશે?
આ માછીમારો 6 જાન્યુઆરી એટલે આજે વાઘા બોર્ડર પરથી ભારત પરત ફરશે. 14 મહિનાથી ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હતા.
નવી દિલ્હી: ભારતના દરિયા કિનારાના 492 જેટલાં માછીમારો પાકિસ્તાનમાં કેદ છે. ત્યારે ભારતીય માછીમારોને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતના 20 માછીમારો પાકિસ્તાનની કરાચી જેલથી રવાના થશે. આ સમાચાર મળતાં જ પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. (આ તસવીરો પ્રતિકાત્મક છે)
આ માછીમારો 6 જાન્યુઆરી એટલે આજે વાઘા બોર્ડર પરથી ભારત પરત ફરશે. 14 મહિનાથી ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હતા. આ ભારતીય માછીમારો માછીમારી કરતા સમયે પાકિસ્તાન મરીને તેમનું અપહરણ કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 4 જાન્યુઆરીએ 20 માછીમારોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ માછીમારો 6 જાન્યુઆરી 2020ની વહેલી સવારે વાઘા બોર્ડર પરથી ભારત પરત ફરશે.
પાકિસ્તાન કેદમાંથી મુક્ત થનારા ભારતીય માછીમારોના નામની યાદીનું લીસ્ટ પાકિસ્તાન સરકારે ભારતને મોકલી આપ્યું છે. હવે ભારતીય માછીમારોને તેઓ વાઘા બોર્ડર પરથી પરત મોકલશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion