શોધખોળ કરો
Advertisement
આ શહેરના સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના વધ્યાં ભાવ,50 રૂપિયા ચૂકવવી પડશે કિંમત
રેલેવેની પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ટિકિટના ભાવ વધીને 50 રૂપિયા કરી દેવાયા છે. કયા શહેરની પ્લેટફોર્મ ટિકિટ વધારાઇ છે જાણીએ...
મુંબઇ: મુંબઇ મધ્ય રેલવેએ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મની ટિકિટની કિમત વધારી છે. મુંબઇના કેટલાક મહત્વપૂર્ણ સ્ટેશનમાં કિંમત વધારી દેવાઇ છે. એક અધિકારીએ ટિકિટના વધેલા ભાવ વિશે વાત કરતા તેનું કારણ જણાવ્યું હતું.
મઘ્ય રેલવે (સીઆર)ના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું કે, મુંબઇમાં છત્રપતિ શિવાજી મહારાજ, ટર્મિનસ, દાદર અને લોકમાન્ય તિલક ટર્મિનસ, ઠાણે, કલ્યાણ,પનવેલ, ભિવંડી પ્લેટફોર્મ પર હવે પ્લેટફોર્મ ટિકિટ હવે 10 રૂપિયાના બદલે 50 ચૂકવવી પડશે.
કોરોનાની મહામારીમાં પ્લેટફોર્મ પર થતાં ભીડ ચિંતાજનક છે. આ કારણે મુંબઇ રેલવેએ 10ને બદલે 50 રૂપિયાની કિંમત નક્કી કરી છે. ઉલ્લેનિય છે કે કોરોનાના મુંબઇમાં અત્યાર સુધીમાં 3 લાખથી વધુ કેસ થઇ ચૂક્યા છે. જેમાંથી 11,400થી વધુ લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion