'We Will Do It...', વડાપ્રધાન મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ, વિકસિત ભારત માટે આપ્યો નવો નારો
વડાપ્રધાન મોદીએ જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ કરતા કહ્યું હતું કે તેમણે ભગવાનને પ્રાર્થના કરી છે કે તેમને એટલી શક્તિ અને સામર્થ્ય મળે કે તેઓ 140 કરોડ દેશવાસીઓ માટે વધુ ઉર્જા સાથે સેવા સાથે કામ કરી શકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ કરતા કહ્યું હતું કે તેમણે ભગવાનને પ્રાર્થના કરી છે કે તેમને એટલી શક્તિ અને સામર્થ્ય મળે કે તેઓ 140 કરોડ દેશવાસીઓ માટે વધુ ઉર્જા સાથે સેવા સાથે કામ કરી શકે અને તેમની સેવા કરતા રહે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજે તેઓ જે પણ કાંઈ છે અને જે ફરજ નિભાવી રહ્યા છે તેમાં સૌથી મોટું યોગદાન દેશની જનતાનું છે. તેમના માટે જનતા જનાર્દન છે.
વિકાસિત ભારત સંકલ્પ સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે તેમણે 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારે તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેઓ એક દિવસ સરકારના વડા તરીકે સતત 25 વર્ષ પૂર્ણ કરવાના સીમાચિહ્ન પર પહોંચશે. તેમણે આ સિદ્ધિનો શ્રેય જનતાના સતત આશીર્વાદનું પરિણામને ગણાવ્યું હતું અને દેશના લોકોનો આભાર માન્યો હતો.
#WATCH | At the 'Seva Jyoti' event, PM Modi says, "Today the country is finding permanent solutions to its challenges. The issue of Article 370 in Jammu and Kashmir once seemed endless, with the country seemingly unable to escape its adverse effects; yet today, the wall of Article 370 has been completely demolished. Similarly, the problem of Naxalism was once considered a national curse, but today, its backbone has been broken. Terrorism was challenging India's very destiny. Citizens had come to believe that neither the terrorists nor their masters would ever relent. But such is India's indomitable will—we struck them down right inside their own strongholds."
— ANI (@ANI) October 7, 2026
દરેક વિજય અને હારમાંથી પાઠ શીખવા મળ્યો
તેમની 25 વર્ષની સફરને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે તેમના જીવનની કોઈ પણ ઘટના વ્યર્થ નહોતી ગઈ. જેને તેમને જીત અપાવી, તેમને નમ્ર બનવાનું શીખવ્યું, જ્યારે તેમને નીચે પાડ્યા પછી ફરી ઉભા થવાનું શીખવ્યું. તેમણે કહ્યું કે શુભેચ્છકોએ તેમને પ્રોત્સાહન આપ્યું અને ટીકાકારોએ તેમને આત્મનિરીક્ષણ કરવાની તક આપી.
#WATCH | PM Modi says, "I have faith in the potential of 1.4 billion Indians. And my 25 years of experience tell me that we will witness India’s development unfold right before our eyes." https://t.co/dsKq3lCxGS
— ANI (@ANI) October 7, 2026
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 25 વર્ષમાં ઘણી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ યોજાઈ છે અને લોકોએ તેમને સતત સેવા કરવાની તક આપી છે. તેમણે ભાજપ, એનડીએ, બધા મંત્રીઓ અને લોકશાહીમાં વિશ્વાસ રાખનારા રાજકીય સાથીદારોનો આભાર વ્યક્ત કર્યો. પીએમએ કહ્યું કે તેઓ ભારતની લોકશાહી અને બંધારણને પણ સલામ કરે છે. તેમણે સેવા જ્યોતિ યાત્રામાં ભાગ લેનારા તમામ લોકોને અભિનંદન પણ આપ્યા અને કહ્યું કે આ લાંબી યાત્રા લોકોના વિશ્વાસ અને આશીર્વાદથી શક્ય બની છે.
Before You Go
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર






















