શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

PM Modi Australia visit: 'મેલબોર્ન મીટ્સ મોદી' કાર્યક્રમ પહેલા ફેસબુક પર ધમકીભરી પોસ્ટ મળતા ઓસ્ટ્રેલિયન સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર, IP એડ્રેસ ટ્રેસ કરાયું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઓસ્ટ્રેલિયન સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર, મેલબોર્ન પોલીસ તપાસે છે.

PM Modi Australia visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 9 જુલાઈ, 2026 ના રોજ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહ્યા છે, પરંતુ આ મુલાકાત પહેલા જ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીને ઓસ્ટ્રેલિયામાં જાનથી મારી નાખવાની ઓનલાઈન ધમકી મળી છે. આ ઘટનાને પગલે ઓસ્ટ્રેલિયન સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર આવી ગઈ છે અને મેલબોર્ન પોલીસે તાત્કાલિક એક્શન લેતા આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.

'અબુ મુસ્તફા' નામના એકાઉન્ટથી મળી ધમકી

મળતી માહિતી મુજબ, ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવેલા માર્વેલ સ્ટેડિયમમાં પીએમ મોદી માટે "મેલબોર્ન મીટ્સ મોદી" નામનો એક ભવ્ય કોમ્યુનિટી કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમના પ્રચાર માટે ફેસબુક પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટની નીચે "અબુ મુસ્તફા" નામના એક ફેસબુક એકાઉન્ટ પરથી કમેન્ટ કરીને પીએમ મોદીને સીધી ધમકી આપવામાં આવી હતી. આ કમેન્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, "કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમની છત બંધ રાખવી જોઈએ, નહીં તો તે પોતાના મોત માટે ઓસ્ટ્રેલિયા આવી રહ્યો છે."

IP એડ્રેસ ટ્રેસ, પોલીસની સઘન તપાસ શરૂ

આ ભયજનક પોસ્ટ સામે આવતાં જ મામલો ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ (AFP) ને સોંપી દેવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓએ ગણતરીના સમયમાં જ આ શંકાસ્પદ સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાયેલું IP એડ્રેસ શોધી કાઢ્યું છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટિપ્પણી પાછળ ખરેખર કોનો હાથ છે અને તેનો મુખ્ય ઇરાદો શું છે. આ ઉપરાંત, આ કેસમાં કોઈ ફોજદારી કાયદાઓનો ભંગ થયો છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન

સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ

જોકે, ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલો જણાવે છે કે ઓસ્ટ્રેલિયાની સુરક્ષા એજન્સીઓ કોઈપણ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષને મળતી આવી ધમકીને ખૂબ જ ગંભીરતાથી લે છે. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ, રાજ્ય પોલીસ અને વિશેષ સુરક્ષા ટુકડીઓ સુરક્ષાનો મોરચો સંભાળશે.

પીએમ મોદી આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેવાની સાથે વિશાળ ભારતીય સમુદાયને પણ સંબોધિત કરવાના છે. આથી, તેમના તમામ કાર્યક્રમો માટે સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે.

આ પણ વાંચોઃ PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ

Frequently Asked Questions

વડાપ્રધાન મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કેવી રહેશે?

ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ, રાજ્ય પોલીસ અને વિશેષ સુરક્ષા ટુકડીઓ સુરક્ષાનો મોરચો સંભાળશે. તમામ કાર્યક્રમો માટે સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget