શોધખોળ કરો
Advertisement
નોટબંધીના નિર્ણય વચ્ચે પીએમ મોદીએ આજે રાત્રે બોલાવી કેબિનેટની વિશેષ બેઠક
નવી દિલ્લી: નોટબંધીના નિર્ણયથી દેશભરમાં સામાન્ય લોકોને પડી રહેલી મુશ્કેલીના અહેવાલો વચ્ચે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે રાત્રે આઠ વાગે એક કેબિનેટની વિશેષ બેઠક બોલાવી છે. પરંતુ હજી સુધી આ મિટિંગનો એજન્ડા સ્પષ્ટ થઈ શક્યા નથી.
સામાન્ય રીતે કેબિનેટની બેઠક બુધવારે યોજાય છે જે ગઈકાલે યોજાઈ હતી. પરંતુ બતાવવામાં આવી રહ્યું છે કે સંસદની લાઈબ્રેરી બિલ્ડિંગમાં બોલાવેલી આ બેઠકમાં હાલની સ્થિતિ વિશે ચર્ચા થશે.
અગાઉ પહેલા આજે નાણામંત્રી અરૂણ જેટલીએ બેંક અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં જેટલીએ કહ્યું કે આજે રાત સુધી જ જૂની નોટોને અમુક જગ્યાએ ચલાવવાની સુવિધા છે. સરકારી સૂત્રો તરફથી એવા સંકેત મળ્યા હતા કે અમુક જગ્યાઓ પર જૂની નોટોને ચલાવવા માટે નવી જગ્યાઓ વધી શકે છે. એવામાં આ બેઠકને મહત્વની માનવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement