શોધખોળ કરો

PM મોદીએ દેશમાં લોન્ચ કરી e-RUPI સેવા, કેશલેસ પેમેન્ટને  મળશે પ્રોત્સાહન

 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે e-RUPI એપ લોન્ચ કરી હતી. તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પોતાના UPI પ્લેટફોર્મ પર ડેવલપ કરી છે.

નવી દિલ્હી:  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે e-RUPI એપ લોન્ચ કરી હતી. તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પોતાના UPI પ્લેટફોર્મ પર ડેવલપ કરી છે. આ આર્થિક સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટીના સહયોગથી ડેવલપ કરવામાં આવી છે. લોન્ચના અવસર પર કહેવામાં આવ્યું કે e-RUPI ઓગસ્ટ 2014માં શરૂ કરવામાં આવેલા ડિઝિટલ ઇન્ડિયાના એક મહત્વપૂર્ણ પડાવ છે. UPI BHIM ને ડિસેમ્બર 2016માં લોન્ચ કરવામાં આવી હતી. જેના પર દર મહિને લગભગ 300 કરોડ ટ્રાજેક્શન થાય છે. આ તમામ  ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડને પાછળ રાખી દીધા છે. આ રિયલ ટાઇમ અને પેપરલેસ છે.

e-RUPIનો ઉપયોગ સરકારી યોજનાઓને સામાન્ય જનતા સુધી પહોંચાડે છે. આ લીક પ્રૂફ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ટેકનોલોજીથી તમામ લોકો સશક્ત થશે. જેનો ફાયદો ગરીબોને મળશે. તેનો ઉપયોગ કરવો સરળ રહેશે. e-RUPI થી એ સુનિશ્વિત થશે તે જે કામ માટે  પૈસા મોકલવામાં આવ્યા છે તેમાં  જ એ યુઝ થશે. તેમાં બેન્કો અને પેમેન્ટ ગેટવેની મોટી ભૂમિકા છે. 

e-RUPI એક કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્ધતિ છે. તે એક QR કોડ અથવા SMS આધારિત ઇ-વાઉચર છે. અને જે લાભાર્થીઓના મોબાઇલ પર મોકલવામાં આવે છે. ઉપરાંત આ એક વખતની ચુકવણી પદ્ધતિમાં વાઉચર રિડીમ કરવા માટે કોઇપણ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગને (Internet Banking) એક્સેસ કરવાની જરૂર રહેશે નહીં.આ પ્લેટફોર્મને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ (National Payment Corporation Of India) વિત્તીય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે.

e-RUPI દ્વારા સામાન્ય નાગરિકોને મળતા સરકારી લાભોને કોઈપણ મધ્યસ્થી વિના લાભાર્થી સુધી પહોંચાડી શકાશે.જેમાં સમાજ કલ્યાણ યોજનાઓ,આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, માતા અને બાળ કલ્યાણ યોજના,ખાતર સબસિડી, ટીબી નાબૂદી કાર્યક્રમો, દવાઓ અને ડાયગ્નોસ્ટિક્સ જેવી દવાઓ અને પોષણ સહાય આપવા માટેની યોજનાઓ હેઠળ સેવાઓ પૂરી પાડવા માટે e-RUPIનો ઉપયોગ કરી શકાશે.

ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ઓનલાઇન પેમેન્ટને વધુ સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. આ પ્લેટફોર્મ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તા મંડળ સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે.

ટોપ સ્ટોરી

Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
દિલ્હીમાં રાહુલ-પ્રિયંકા વિરુદ્ધ FIR, આકાશવાણી ભવનમાં જબરદસ્તી ઘૂસવાનો આરોપ
દિલ્હીમાં રાહુલ-પ્રિયંકા વિરુદ્ધ FIR, આકાશવાણી ભવનમાં જબરદસ્તી ઘૂસવાનો આરોપ
પ્રેમાનંદ મહારાજને લઈને ફલાહારી બાબાના દાવા પર વિરાટ કોહલીનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
પ્રેમાનંદ મહારાજને લઈને ફલાહારી બાબાના દાવા પર વિરાટ કોહલીનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
દેશભરમાં વીજળી વધુ થશે મોંઘી !કંપનીએ હાઇ રેટ પર ખરીદ્યો એકસ્ટ્રા પાવર
દેશભરમાં વીજળી વધુ થશે મોંઘી !કંપનીએ હાઇ રેટ પર ખરીદ્યો એકસ્ટ્રા પાવર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Embed widget