શોધખોળ કરો

રામ મંદિર ભૂમિ પૂજનઃ પીએમ મોદી બોલ્યા- મંદિરનું અસ્તિત્વ ભૂસવાની કોશિશ થઇ, રામ અમારા મનમાં વસ્યા છે

ભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો. પીએમ મોદીએ પોતાના ભાષણમાં સૌથી પહેલા 'સિયાવર રામચંદ્ર કી જય'નો નારો લગાવ્યો, અને પછી પોતાનુ ભાષણ શરૂ કર્યુ હતુ

અયોધ્યાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણની ઇંટ મુકી દીધી છે. ભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો. પીએમ મોદીએ પોતાના ભાષણમાં સૌથી પહેલા 'સિયાવર રામચંદ્ર કી જય'નો નારો લગાવ્યો, અને પછી પોતાનુ ભાષણ શરૂ કર્યુ હતુ. પીએમ મોદીએ કહ્યું કે રામ મંદિરનુ ભૂમિ પૂજન કરવુ મારા માટે સૌભાગ્યની વાત છે, સદીયોનો ઇન્તજાર ખતમ થઇ રહ્યો છે, આખો દેશ રોમાંચિત છે. પીએ મોદીએ ભાષણ દરમિયાન કહ્યું કે, આજે શ્રીરામનો જયઘોષ માત્ર સિયા-રામની ધરતી પર જ નથી સંભળાઇ રહ્યો, આની ગુંજ આજે આખા વિશ્વમાં છે. કરોડો દેશવાસીઓને અને રામ ભક્તોને આ સુઅવસર પર કોટિ કોટિ અભિનંદન. તેમને કહ્યું મારુ સૌભાગ્ય છે કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મને આમંત્રિત કર્યો, આ ઐતિહાસિક પળનો સાક્ષી બનવાનો અવસર આપ્યો, હુ આ માટે હ્રદયથી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરુ છું. રામ મંદિર ભૂમિ પૂજનઃ પીએમ મોદી બોલ્યા- મંદિરનું અસ્તિત્વ ભૂસવાની કોશિશ થઇ, રામ અમારા મનમાં વસ્યા છે પીએમ મોદીએ કહ્યું કે વર્ષોથી ટાટ અને ટેન્ટની નીચે રહેતા અમારા રામલલા હવે એક ભવ્ય મંદિરમાં રહેશે. રામ જન્મભૂમિ આજે મુક્ત થઇ ગઇ છે, આખો દેશ રોમાંચિત છે, દરેક મન દીપમય છે, સદિયોનો ઇન્તજાર ખતમ થઇ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, મંદિરના અસ્તિત્વને ભૂસવાનો બહુ પ્રયાસ થયો, રામ અમારા મનમાં વસ્યા છે, અમારી અંદર છે, કોઇ કામ કરવુ હોય તો આપણે ભગવાન રામની પ્રેરણાથી કરીએ છીએ. ઇમારતો નષ્ટ કરી દેવામાં આવી, અસ્તિત્વ મિટાવવાનો પ્રયાસ પણ બહુ થયો, પરંતુ રામ આજે પણ આપણા મનમાં વસ્યા છે. અમારી સંસ્કૃતિનો આધાર છે, શ્રીરામ ભારતની મર્યાદા છે, શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ છે. રામ મંદિર ભૂમિ પૂજનઃ પીએમ મોદી બોલ્યા- મંદિરનું અસ્તિત્વ ભૂસવાની કોશિશ થઇ, રામ અમારા મનમાં વસ્યા છે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ મંદિરનો પાયો ખોદવા માટે ચાંદીનો પાવડાનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયન મોદીએ મંદિરની ઇંટ પર સિમેન્ટ લગાવવા માટે ચાંદીની વરખનો ઉપયોગ કર્યો હતો. રામ લલાને લીલા અને ભગવા રંગના વસ્ત્રો પહેરવવામાં આવ્યા હતા. રામલલાના વસ્ત્ર મખમલના કાપડથી બનેલા છે, આ વસ્ત્રોમાં નવ પ્રકારના રત્નો લગાવવામાં આવ્યા છે. રામ મંદિર ભૂમિ પૂજનઃ પીએમ મોદી બોલ્યા- મંદિરનું અસ્તિત્વ ભૂસવાની કોશિશ થઇ, રામ અમારા મનમાં વસ્યા છે

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Embed widget