PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: PM નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરે બનાસકાંઠાના ભીલડી ખાતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’માં હાજરી આપશે. જાણીએ આજના મહત્વના અપડેટ્સ
LIVE

Background
PM modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 30 અને આવતીકાલે 31 ઓક્ટોબર એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, પીએમ કિસાન યોજનાનો આશરે ₹19,000 કરોડનો 24મો હપ્તો જાહેર કરવામાં આવશે. જ્યારે આવતીકાલે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાશે. આજે પીએમ મોદીના આગમનને પગલે ડીસાના ભીલડીમાં ભારે હર્ષો ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. જાણીએ આખા દિવસનું શિડ્યુએસ
વડાપ્રધાન મોદી 30 અને 31 ઓક્ટોબરે એટલે કે આજે ગુજરાતની મુલાકાત લેશે. તેમની મુલાકાતના બીજા દિવસે 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાના એકતા નગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાશે.
ગાયોના સંવર્ધન અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે ભારત ગાયોના સંવર્ધન અને સંશોધન કેન્દ્ર (BBBRC)નું પણ ઉદ્ઘાટન કરશે. આ કેન્દ્ર ₹328.77 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. વધુમાં પ્રધાનમંત્રી બનાસ ડેરીના નવા બટાકા પ્રોસેસિંગ વિસ્તરણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ ડેરીના અલ્ટ્રા હાઇ ટેમ્પરેચર (UHT) યુનિટમાં સ્થાપિત ઓટોમેટેડ સ્ટોરેજ અને રિલોડિંગ સિસ્ટમ (ASRS)નું પણ ઉદ્ઘાટન કરશે.
કેવડિયામાં એકતા પરેડ યોજાશે.
બનાસકાંઠાના કાર્યક્રમો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબર વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેવડિયામાં વડાપ્રધાનની હાજરીમાં એકતા પરેડ યોજાશે. વડાપ્રધાન મોદીના પ્રવાસ દરમિયાન કેવડિયા ખાતે યોજાનારી એકતા પરેડ ખાસ આકર્ષણ રહેશે. આ વખતે પહેલીવાર એકતા પરેડ સાંજના સમયે યોજાવાની છે. સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત આ કાર્યક્રમની સાથે ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ગામડાઓમાં સરદાર પટેલને યાદ કરવા અને તેમના યોગદાનને ઉજાગર કરવા કાર્યક્રમો યોજાશે
ખેતી આપણી પરંપરા અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે: pm મોદી
વડાપ્રધાને કહ્યું કે, ખેતી આપણી પરંપરા અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા માટે તેમાં ટેકનોલોજી અને વિજ્ઞાનનો સમન્વય કરવો જરૂરી છે. સરકારનો પ્રયાસ છે કે ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે અને તેમની આવકમાં વધારો થાય.
, PM ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતોને રૂ. 2 લાખ કરોડની સહાય ચૂકવવામાં આવી: પીએ મોદી
PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, PM ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતોને રૂ. 2 લાખ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. સરકાર સિંચાઈ પાછળના ખર્ચમાં ઘટાડો કરવા અને ખેડૂતોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રયાસ કરી રહી છે. ખેડૂતોને 12 લાખ સોલાર પંપનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે સોલાર પંપના ફાયદા સમજાવતાં કહ્યું કે, તેના કારણે ખેડૂતોના ખર્ચમાં બચત થાય છે અને ડીઝલ પરની નિર્ભરતા ઘટે છે.






















