શોધખોળ કરો

વાજપેયીની પ્રાર્થના સભામાં મોદીએ કહ્યું- ‘માત્ર નામથી જ નહીં વ્યવહારથી પણ અટલ હતા’

નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં આજે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, અટલ બિહારી વાજપેયી માત્ર નામથી જ નહીં પરંતુ વ્યવહારથી પણ અટલ હતા. વાજપેયીને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે તેમના વ્યવહારમાં પણ અટલ ભાવ નજરે પડતો હતો. પીએમ મોદીએ કહ્યું કે, અટલજીના પ્રયાસના કારણે જ આતંકવાદના મુદ્દા પર સમગ્ર વિશ્વને ભારત સાથે લાવવામાં સફળ રહ્યા હતા. કિશોરવસ્થાથી લઈને જીવનના અંત સુધી અટલજી દેશ, દેશવાસીઓ અને આમ આદમીના સપનાં માટે જીવ્યા. પોખરણ પરીક્ષણ કરીને તેમણે સમગ્ર વિશ્વને એવો સંદેશ આપ્યો કે ભારત અટલ હે, તે વૈશ્વિક દબાણ આગળ નહીં ઝૂકે. તેઓ માત્ર નામથી જ નહીં વ્યવહારથી પણ અટલ હતા. તેમણે એમ પણ કહ્યું કે, અટલ બિહારી વાજપેયી આટલા લાંબા સમય સુધી વિપક્ષમાં રહ્યા અને તેમ છતાં તેમણે વિચારોની ધારા ન ખોઈ. જે ખૂબ મોટી વાત છે. કિશોરાવસ્થાથી લઈ જ્યાં સુધી તેમના શરીરે સાથ આપ્યો ત્યાં સુધી દેશ માટે જીવ્યા. 10 વર્ષ સુધી જે મહાપુરુષ કોઈ રાજકીય મંચ પર નજર ન આવ્યા પરંતુ વ્યક્તિની વિદાયને જે પ્રકારે દેશે સન્માન આપ્યું તેની કોઈ કલ્પના જ ન કરી શકાય. શ્રદ્ધાંજલિ સભામાં બોલતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ભાવુક થઈ ગયા હતા. તેમણે અટલજી સાથે 65 વર્ષની દોસ્તી યાદ કરતાં ભારે હૈયે જણાવ્યું કે, મેં ક્યારેય એવી કલ્પના નહોતી કરી કે મારે આવી સભાને સંબોધિત કરવી પડશે. અમે અટલજી પાસેથી ઘણું શીખ્યા અને દુઃખ એટલા માટે થાય છે કે તેઓ આપણને છોડીને અલગ થઈ ગયા. આ પ્રાર્થના સભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, આરએસએસના મોહન ભાગવત, રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામનબી આઝાદ સહિત અનેક નેતાઓએ અટલ બિહારી વાજપેયીને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે

આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ

અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો

રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
આયુષ્માન કાર્ડ: ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો ફ્રી સારવાર આપતી હોસ્પિટલોની સંપૂર્ણ યાદી
આયુષ્માન કાર્ડ: ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો ફ્રી સારવાર આપતી હોસ્પિટલોની સંપૂર્ણ યાદી
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન

Embed widget