શોધખોળ કરો
Advertisement
પીએમ મોદીએ વીડિયો શેર કરીને નવા વર્ષની પાઠવી શુભેચ્છાઓ, કહ્યું- આશા છે 2020 ખુશી લાવશે
પીએમ મોદીએ એક ગીત વીડિયો રિટ્વીટ કરીને લખ્યું કે, 2020 માં દેશને સશક્ત બનાવવાનો પ્રયાસ ચાલુ રહેશે
નવી દિલ્હીઃ આખી દુનિયા આજે નવા વર્ષનો જશ્ન મનાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ એક ગીત વીડિયો રિટ્વીટ કરીને લખ્યું કે, 2020 માં દેશને સશક્ત બનાવવાનો પ્રયાસ ચાલુ રહેશે.
પીએમ મોદીએ NaMO 2.0 ટ્વીટર હેન્ડલના એક વીડિયોને રિટ્વીટ કરતાં લખ્યું કે, “પ્યારા સંકલન, 2019માં આપણે ખુબ પ્રગતિ કરી, અહીં આશા છે કે 2020 સુધી ભારતને બદલવા અને 130 કરોડ ભારતીયોના જીવનને સશક્ત બનાવવા માટે સંચાલિત લોકોના પ્રયાસોને ચાલુ રાખવામાં આવશે.”
એક યૂઝરે પોતાના ટ્વીટમાં પીએમ મોદીને લખ્યું કે, ''તમારી સરકાર યુવાઓના ઉર્જા અને ઉત્સાહને ઓળખે છે. યુવાનોના નવા વિચાર અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરે છે, અને નવુ ભારત બનાવવા માટે કામ કરે છે.'' આ ટ્વીટનો પણ વડાપ્રધાને જવાબ આપતા લખ્યુ 'યુવા ભારત પ્રતિભાશાળી છે, અમે યુવાઓને એવો માહોલ આપવાની કોશિશ કરી રહ્યા છે જેમાં તે વિકાસ કરી શકે. મને આ વાતનો આનંદ છે.'Lovely compilation!
Covers quite a lot of the progress we achieved in 2019. Here is hoping 2020 marks the continuation of people powered efforts to transform India and empower the lives of 130 crore Indians. https://t.co/HHghJe0owW— Narendra Modi (@narendramodi) December 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion