શોધખોળ કરો

Heavy Rain Alert: 4 મે સુધી દેશના આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

પ્રી-મોનસૂન (Pre-Monsoon) ના કારણે દેશના હવામાનમાં પલટો આવ્યો છે.  દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં પરિવર્તનની અસર જોવા મળી હતી જેના કારણે વરસાદની સીઝન ફરી શરૂ થઈ ગઈ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દિલ્હી-NCRમાં જોરદાર તોફાન, ગાજિયાબાદમાં કરા સાથે વરસાદ.
  • કેરળ, ઉત્તરાખંડમાં 4 મે સુધી ભારે વરસાદની આગાહી.
  • હિમાચલ, પંજાબ, રાજસ્થાન, યુપીમાં વાવાઝોડું, કરા પડશે.
  • અલ નીનોની વરસાદ પર અસરની શક્યતા નકારી શકાય નહીં.

નવી દિલ્હી:  પ્રી-મોનસૂન (Pre-Monsoon) ના કારણે દેશના હવામાનમાં પલટો આવ્યો છે.  દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં પરિવર્તનની અસર જોવા મળી હતી જેના કારણે વરસાદની સીઝન ફરી શરૂ થઈ ગઈ છે. આજે દિલ્હી અને ગાજિયાબાદમાં ભારે તોફાન સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી.  નિષ્ણાતોએ 2026 માટે પણ રેકોર્ડબ્રેક વરસાદની આગાહી કરી હતી. જોકે, અલ નીનો વરસાદ પર અસર કરે તેવી શક્યતા નકારી શકાય નહીં. દરમિયાન, પ્રી-મોન્સૂન હવે દેશમાં એક નવી શૈલી બતાવશે.

દિલ્હી-NCR માં ભારે પવન સાથે વરસાદ

દિલ્હી-NCR માં જોરદાર ગરમી વચ્ચે ગુરુવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે.  બપોર સુધી ભેજ અને અસહ્ય ગરમી  બાદ  જોરદાર વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે.   કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો  છે. દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં કરા પડ્યા છે. હવામાન વિભાગે પહેલાથી જ વરસાદની આગાહી કરી હતી. 

કેરળમાં હવામાન કેવું રહેશે?

પ્રી-મોન્સૂન પણ કેરળમાં નવો વળાંક લાવશે. હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે 1, 2, 3 અને 4 મેના રોજ કેરળમાં ભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન 30-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન, તોફાન અને વીજળી પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો- Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 

ઉત્તરાખંડમાં હવામાન કેવું રહેશે?

ઉત્તરાખંડમાં બદલાતા હવામાનનો અનુભવ થશે. હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે 1, 2, 3 અને 4 મેના રોજ ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન, 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન, ધૂળના તોફાન અને વીજળી પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી 

પ્રી-મોન્સૂન દેશના ઘણા રાજ્યોમાં વાતાવરણમાં પલટો લાવશે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે 1, 2, 3 અને 4 મેના રોજ હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, આંદામાન અને નિકોબાર, લક્ષદ્વીપ, પુડુચેરી, માહે, યાનમ, રાયલસીમા, કરાઈકલ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, સિક્કિમ, છત્તીસગઢ, વિદર્ભમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન, 40-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, ધૂળનું તોફાન આવશે અને વીજળી સાથે કરા પડશે.    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

Embed widget