શોધખોળ કરો
PAKનું વધુ એક જુઠ્ઠાણું, 22 આતંકી કેમ્પ અંગે કહી આ વાત

Islamabad: Pakistan's Prime Minister Imran Khan delivers policy statement on Pulwama attack, in Islamabad, Tuesday, Feb 19, 2019. (PID/PTI Photo) (PTI2_19_2019_000174B)
નવી દિલ્હીઃ પાકિસ્તાને ગુરુવારે કહ્યું કે, ભારતે જે 22 સ્થળો વિશે જણાવ્યું હતું, તેમમે તેની તપાસ કરી છે પરંતુ તેમને ત્યાં કોઈ આતંકી કેમ્પ જોવા મળ્યા નથી. પાકિસ્તાને પુલવામાં આતંકી હુમલા સંબંધીત તપાસના શરૂઆતના નિષ્કર્ષો શેર કરતાં દાવો કર્યો કે આ આતંકી હુમલા મામલે 54 લોકોની અટકાયત કરવામાં આવી હતી પરંતુ હુમલા સાથે તેમનો કોઈ સંબંધ હોવાનું જાણવા મળ્યું નથી. પાકિસ્તાનના અખબાર ડોને સૂત્રોને ટાંકીને લખ્યું છે કે, ભારત તરફથી સોંપવામાં આવેલા પુરાવાઓમાં ક્યાંય પણ પાકિસ્તાનનો કોઈ સંબંધ હોઈ તેવું જમાતું નથી. પાકિસ્તાને કહ્યું છે કે જો ભારત અમને કોઈ નક્કર પુરાવા સોંપે છે તો અમે તેની તપાસ કરી કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે, ભારતે દિલ્હીમાં પાકિસ્તાનના હાઇ કમિશનરને 27 ફેબ્રુઆરીએ પુલવામા હુમલાના સંબંધમાં ડોઝિયર સોંપ્યું હતું. ભારતે પોતાના ડોઝિયરમાં એવા પુરાવા રજૂ કર્યા હતા, જેનાથી જાણી શકાતું હતું કે પુલવામા હુમલામાં જૈશનો જ હાથ છે. આ ઉપરાંત ભારતે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં જૈશના કેમ્પ અને તેના લીડરો હોવાના પણ પુરાવા સોંપ્યા હતા.
વધુ વાંચો





















