શોધખોળ કરો

Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ

Python Attack Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકો ખાઈ રહેલા શખ્સ પર અજગરે અચાનક હુમલો કર્યો હતો, જોકે તે નદીમાં કૂદીને આબાદ બચી ગયો. હાલમાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા શખ્સ પર હુમલો થયો.
  • અચાનક વિશાળકાય અજગરે તરાપ મારી, ગંભીર જોખમ સર્જાયું.
  • શખ્સ નદીમાં કૂદી બચ્યો, સાથીઓ પણ સુરક્ષિત રહ્યા.
  • વાયરલ વીડિયો પર યુઝર્સે સાવચેતી રાખવાની સલાહ આપી.

Python Attack Viral Video: જંગલની વચ્ચે નદી કિનારે મસ્તી કરવી કેટલીકવાર જીવલેણ પણ સાબિત થઈ શકે છે અને તેનો જીવતો જાગતો પુરાવો બન્યો એક વીડિયો. જ્યાં જંગલમાં નદીના કિનારે એક શખ્સ ઝાડ સાથે બાંધેલી દોરીના સહારે મસ્તીથી હિંચકો ખાતો હતો, ત્યારે જ તેની સાથે કંઈક એવું બન્યું, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયો X પર શેર કરવામાં આવ્યો, જે બાદ તે જોતજોતામાં વાયરલ થઈ ગયો.

અજગરે અચાનક મારી તરાપ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલમાં નદીના કિનારે એક શખ્સ ઝાડ સાથે બાંધેલી દોરીના સહારે મસ્તીથી હિંચકો ખાતો હતો. બધું સામાન્ય લાગી રહ્યું હતું, ત્યારે જ અચાનક જંગલ તરફથી એક વિશાળકાય અજગરે તે શખ્સ પર ઝડપી ઝડપે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ આખો નજારો જોનારાઓનો શ્વાસ અધ્ધર કરી દે તેવો છે, કારણ કે જોખમ સાવ છેલ્લી ઘડીએ સામે આવ્યું.

આ પણ વાંચો...Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

નસીબ જોગ તે શખ્સનું ભાગ્ય સારું હતું. અજગરના હુમલાથી આબાદ બચતા તે તરત જ નદીમાં કૂદી ગયો અને ત્યાર પછી તે અને તેના સાથીઓ જેમ તેમ કરીને તરીને નદીની બહાર નીકળ્યા અને પોતાનો જીવ બચાવ્યો. આખી ઘટના એટલી ઝડપથી બની કે પ્રતિક્રિયા આપવાનો પણ ખૂબ ઓછો સમય મળ્યો.

 

યુઝર્સે વ્યક્ત કરી ચિંતા
વીડિયો વાયરલ થતાં જ કમેન્ટ સેક્શનમાં યુઝર્સની જાતજાતની પ્રતિક્રિયાઓ જોવા મળી. એકે લખ્યું કે "લોકોએ સમજવું જોઈએ કે નદી કિનારે પણ મોટું જોખમ હોઈ શકે છે, અને આ વાત હંમેશાં યાદ રાખવી જોઈએ," જેના પર બીજાએ કહ્યું કે "ભાગ્ય સારુ હતુ કે બધા યોગ્ય રીતે સલામત બચી ગયા." કેટલાક યુઝર્સે સ્પષ્ટ સલાહ આપી કે, આવી જગ્યાઓ પર જવું જ ન જોઈએ, આના પર એકે કહ્યું કે, લોકોને એડવેન્ચરનો શોખ રહે છે, તેથી તેઓ આવી જગ્યાઓ તરફ ખેંચાઈ જાય છે. યુઝરે ત્યાં સુધી લખ્યું કે યુવક બચી ગયો, નહીંતર મોટી દુર્ઘટના થઈ શકતી હતી, મોટાભાગની કમેન્ટ્સમાં લોકોએ રાહત, હેરાની અને સાવચેતી રાખવાની શીખને જ આગળ રાખી.

Frequently Asked Questions

વાયરલ વીડિયોમાં મુખ્ય ઘટના શું હતી?

જંગલમાં નદી કિનારે હિંચકો ખાતા એક શખ્સ પર અચાનક વિશાળકાય અજગરે હુમલો કર્યો. આ આખો નજારો કેમેરામાં કેદ થયો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

આ ઘટના ક્યાં બની હતી?

આ ઘટના જંગલની વચ્ચે, નદી કિનારે બની હતી. એક શખ્સ ઝાડ સાથે બાંધેલી દોરીના સહારે હિંચકો ખાઈ રહ્યો હતો.

અજગરના હુમલા પછી શખ્સનું શું થયું?

શખ્સ નસીબજોગ અજગરના હુમલાથી બચી ગયો. તે તરત જ નદીમાં કૂદી ગયો અને પોતાના સાથીઓ સાથે તરીને જીવ બચાવ્યો.

આ વીડિયો પર યુઝર્સે કેવી પ્રતિક્રિયા આપી?

વીડિયો વાયરલ થતાં યુઝર્સે ચિંતા અને આશ્ચર્ય વ્યક્ત કર્યું. ઘણાએ આવી જગ્યાઓ પર સાવચેતી રાખવાની સલાહ આપી, જ્યારે કેટલાક એડવેન્ચરના શોખનો ઉલ્લેખ કર્યો.

Advertisement

ટોપ સ્ટોરી

CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
સંકટમાં SpiceJet: 3 મોટા એરપોર્ટ પર 74% ફ્લાઇટ્સ રદ, આજે પણ અનેક ફ્લાઇટ્સ કેન્સલ
સંકટમાં SpiceJet: 3 મોટા એરપોર્ટ પર 74% ફ્લાઇટ્સ રદ, આજે પણ અનેક ફ્લાઇટ્સ કેન્સલ
Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ
Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ
Cyclone Akvan: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત અકવાનનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ
Cyclone Akvan: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત અકવાનનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
Embed widget