Rahul Gandhi: મણિપુરમાં પીડિતોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું- ‘હિંસાથી ઉકેલ નહી મળે, ફક્ત શાંતિ જ સમાધાન’,
રાહુલ ગાંધીએ આજે પીડિતોને મળ્યા બાદ રાજ્યના લોકોને સંદેશ આપ્યો હતો
Rahul Gandhi In Manipur: હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરની બે દિવસની મુલાકાતે પહોંચેલા રાહુલ ગાંધીએ આજે પીડિતોને મળ્યા બાદ રાજ્યના લોકોને સંદેશ આપ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હિંસાથી કોઈ પણ પ્રકારનો ઉકેલ મળશે નહી, માત્ર શાંતિ જ સમાધાન છે.
#WATCH मणिपुर को शांति की जरूरत है। मैं राहत शिविर में गया और हर समुदाय के लोगों से मिला। राहत शिविरों में दवाई, खाने की कमी है जिस पर सरकार को ध्यान देना चाहिए। मेरी मणिपुर के हर व्यक्ति से अपील है कि शांति बनाए रखें। मैं यहां मौजूद हूं और जो शांति कि लिए कर सकता हूं वह करूंगा:… pic.twitter.com/1mvg4Zz45g
— ANI_HindiNews (@AHindinews) June 30, 2023
મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મણિપુરને શાંતિની જરૂર છે. હું રાહત શિબિરોમાં ગયો અને દરેક સમુદાયના લોકોને મળ્યો હતો. રાહત શિબિરોમાં દવાઓ અને ખોરાકની અછત છે, જેના પર સરકારે ધ્યાન આપવું જોઈએ. હું મણિપુરના દરેક વ્યક્તિને શાંતિ જાળવવાની અપીલ કરું છું. હું અહીં હાજર છું અને શાંતિ માટે મારાથી બનતું બધું કરીશ.
મોઇરાંગ ખાતે રાહત શિબિરની મુલાકાત લીધી હતી
VIDEO | Rahul Gandhi consoles a girl as he visits a relief camp in Moirang, Manipur. pic.twitter.com/XqhuJTovCP
— Press Trust of India (@PTI_News) June 30, 2023
મણિપુરમાં પોતાના પ્રવાસના બીજા દિવસે રાહુલ ગાંધીએ બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ શહેરમાં બે રાહત શિબિરની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં તેઓ હિંસાથી વિસ્થાપિત થયેલા પીડિતોને મળ્યા હતા. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સવારે લગભગ 9.30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા મોઇરાંગ પહોંચ્યા અને અહીં અસરગ્રસ્ત લોકોને મળ્યા અને તેમની ફરિયાદો સાંભળી હતી. રાહુલ ગાંધીની સાથે મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઈબોબી સિંહ, પાર્ટીના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલ, પીસીસી પ્રમુખ કીશમ મેઘચંદ્ર સિંહ અને પૂર્વ સાંસદ અજય કુમાર હતા.
I share the pain of the people of Manipur. It is a horrible tragedy. It is extremely sad and painful for all the people of Manipur and the people of India as well.
— Congress (@INCIndia) June 30, 2023
I went to the camps and met people from all communities. One of the things I would say to the government is that… pic.twitter.com/oMq4opgPrt
મોઇરાંગ એક ઐતિહાસિક શહેર છે જ્યાં આઝાદ હિંદ ફોજ એ 1944માં ભારતનો ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. તેમના પ્રવાસના પ્રથમ દિવસે રાહુલ ગાંધીએ રમખાણોથી સૌથી વધુ પ્રભાવિત શહેરમાંના એક ચુરાચાંદપુરમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી.
#WATCH | Congress leader Rahul Gandhi after meeting Manipur Governor, says "Manipur needs peace. I want peace to be restored here. I visited some relief camps, there are deficiencies in these relief camps, the government should work for this" pic.twitter.com/SResQRpajw
— ANI (@ANI) June 30, 2023