શોધખોળ કરો
Advertisement
કમલનાથના ‘આઇટમ’વાળા નિવેદન અંગે રાહુલ ગાંધીએ કહ્યું- જે ભાષાનો તેમણે ઉપયોગ કર્યો તેને હું પસંદ નથી કરતો
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના આઇટમવાળા નિવેદન અંગે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે.
નવી દિલ્હી: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના આઇટમવાળા નિવેદન અંગે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કમલનાથ ભલે મારા પાર્ટીના છે અને તે ગમે તે કેમ ના હોય, પણ જે ભાષાનો તેમણે ઉપયોગ કર્યો છે તેને હું પસંદ નથી કરતો.
રાહુલ ગાંધીના આ નિવેદન આવ્યા બાદ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું, આ રાહુલ ગાંધીના વિચાર છે. મેં પહેલાં પણ સ્પષ્ટ કર્યું છે કે મેં નિવેદન કયા સંદર્ભમાં આપ્યું હતું. હવે હું માફી કેમ માગું, જ્યારે મારો કોઈનું અપમાન કરવાનો ઈરાદો જ ન હતો. જો કોઈને લાગી રહ્યું છે કે મેં અપમાન કર્યું છે તો એના માટે હું પહેલાં જ ખેદ વ્યક્ત કરી ચૂક્યો છું
ઉલ્લેખનીય છે કે કમલનાથે રવિવારે એક ચૂંટણી સભા દરમિયાન શિવરાજસિંહ ચૌહાણ કેબિનેટના મંત્રી ઈમરતી દેવીને આઈટમ કહ્યા હતા. કમલનાથના આ નિવેદનને ળઈને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ઘણા નેતાઓએ મૌન ધરણાં કર્યાં હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement