શોધખોળ કરો
Advertisement
ખુશખબર: RaiTelએ દેશમાં 4000 રેલવે સ્ટેશનો પર શરૂ કરી પ્રિપેડ વાઇફાઇ સર્વિસની શરૂઆત, જાણો કયા કયા છે સસ્તા પ્લાન
રેલવેના પ્રવાસીઓ માટે ખુશખબર છે, રેલવે પીએસયૂ રેલ ટેલે ગુરૂવારથી તેમની પ્રિપેડ વાઇ-ફાઇ સેવા શરૂ કરી દીધી છે. આ સર્વિસ હેઠળ હાલ દેશના 4000 રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓને પ્રિપેડ હાઇ સ્પીડ ઇન્ટરનેટ સર્વિસનો ઉપયોગ કરી શકશે.
રેલવેના પ્રવાસીઓ માટે ખુશખબર છે, રેલવે પીએસયૂ રેલ ટેલે ગુરૂવારથી તેમની પ્રિપેડ વાઇ-ફાઇ સેવા શરૂ કરી દીધી છે.રેલટેલેના સીએમડી પુનિત ચાવલાએ કહ્યું, ‘અમે યૂપીના 20 સ્ટેશનો પર પ્રિપેડ વાઇફાઇનો ટેસ્ટ કર્યો અને તેનાથી મળેલા ફીડબેકની સાથે અમે આ યોજનાની શરૂઆત 4000 સ્ટેશનો પર કરી રહ્યાં છીએ.અમારી યોજના બધા જ રેલવે સ્ટેશનોને રેલ વાયર વાઇફાઇથી જોડવાની છે’
આ રીતે કરી શકશો પેમેન્ટ
પુનિત ચાવલાએ કહ્યું કે, યુઝર્સ તેની જરૂરિયાત મુજબ પ્લાન લઇ શકે છે. પ્રીપેડ પેમેન્ટ યુઝર્સ નેટ બેન્કિંગ, ઇ વોલેટ, અથવા ક્રેડિટ કાર્ડ યુઝ કરી શકે છે. યુઝર્સ આ પ્લાન ઓનલાઇન લઇ શકે છે. કોરોના મહામારી પહેલા દર મહિને ત્રણ કરોડ લોકો આ યોજનાનો લાભ લેતા હતા. તેમણે કહ્યું કે, જો પરિસ્થિતિ સામાન્ય રહેશે છે અને મુસાફરોની સંખ્યા પહેલા જેટલી થશે તો પ્રીપેડ વાઇફાઇ સેવાથી વાર્ષિક 10-15 કરોડની આવક થવાની ધારણા છે.
આ છે પ્લાન
- 10 રૂપિયામાં 5 જીબી ડેટા, એક દિવસ માટે
- એક દિવસ માટે, 10 રૂપિયામાં 10 જીબી ડેટા
- 5 દિવસ માટે 20 રૂપિયામાં 10 જીબી ડેટા
- 30 રૂપિયામાં 20 જીબી ડેટા, પાંચ દિવસ માટે
- 10 દિવસ માટે 40 રૂપિયામાં 20 જીબી ડેટા
- 50 રૂપિયામાં 30 જીબી ડેટા, 10 દિવસ માટે
- 70 રૂપિયામાં 60 જીબી ડેટા, 30 દિવસ માટે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement