શોધખોળ કરો

રાજસ્થાનમાં અચાનક 9 જિલ્લાઓને કરાયા રદ, કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

રાજસ્થાનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં 9 જિલ્લા રદ કરવામાં આવ્યા છે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જયપુર:  રાજસ્થાનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં 9 જિલ્લા રદ કરવામાં આવ્યા છે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગેહલોત સરકારમાં 17 નવા જિલ્લા અને 3 નવા વિભાગોની જાહેરાત કરવામાં આવી હતી. આચારસંહિતા પહેલા નવા જિલ્લાઓ અને વિભાગો બનાવવાનો નિર્ણય યોગ્ય માનવામાં આવ્યો ન હતો, ત્યારબાદ જિલ્લાઓને રદ કરવામાં આવ્યા હતા.

રાજસ્થાનમાં ભજનલાલ સરકારે નવા જિલ્લાઓમાં કેટલાક જિલ્લાઓને વ્યવહારુ ગણ્યા ન હતા અને વધારાનો બોજ રાજ્યના હિતમાં ન હતો. એટલે કે 17 નવા જિલ્લાઓમાંથી, ફક્ત 8 જિલ્લાઓ જેમ  છે તેવા જ રહેશે અને 9 જિલ્લા રદ કરવામાં આવ્યા છે. હવે રાજસ્થાનમાં કુલ 41 જિલ્લા અને 7 વિભાગ હશે.   

આ 9 જિલ્લા કરાયા રદ

દૂદૂ
કેકડી
શાહપુરા
નીમકાથાના
ગંગાપુર શહેર
જયપુર ગ્રામીણ
જોધપુર ગ્રામીણ
અનુપગઢ
સાંચોર

આ જિલ્લાઓ પહેલાની જેમ રહેશે

  1. બાલોતરા
  2. બ્યાવર
  3. ડીગ કુમ્હેર 
  4. ડીડવાના કુચામન 
  5. કોટપુતલી બહરોડ 
  6. ખેડથલ તિજારા 
  7. ફલોદી
  8. સલૂંબર 

કેબિનેટ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા

આ ઉપરાંત અન્ન સુરક્ષા યોજનામાં નવા લાભાર્થીઓને ઉમેરવામાં આવશે તેવો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો હતો. CET (કોમન એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષામાં ત્રણ વર્ષ સુધીના સ્કોર હવે ગણવામાં આવશે. અગાઉ એક વર્ષનો સ્કોર ગણાતો હતો.

તમને જણાવી દઈએ કે, રાજસ્થાન સરકારે 1 જુલાઈના રોજ એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી હતી, જેને નવા રચાયેલા જિલ્લાઓ અને વિભાગોના અસ્તિત્વ સાથે સંબંધિત મહત્વપૂર્ણ પાસાઓની સમીક્ષા કરવા અને રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. રિપોર્ટ સબમિટ કરવાની 31 છેલ્લી તારીખ હતી, જે 24 કલાક અગાઉ 30 ઓગસ્ટના રોજ રાજસ્થાન સરકારના મહેસૂલ અગ્ર સચિવ દિનેશ કુમારને સુપરત કરવામાં આવી હતી.

રાજસ્થાન સરકારના જિલ્લાઓને રદ કરવાના નિર્ણયની રાજકીય વર્તુળોમાં ખૂબ ચર્ચા થઈ રહી છે કારણ કે આ જિલ્લાઓ ગેહલોત સરકાર દરમિયાન બનાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં વિપક્ષ માટે આ એક ઝટકો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget